Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

મીઠાપુર ટાટા હોસ્પિટલના સ્ટાફને કોરોનાની રસી અપાઈ

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાને મળેલા તેના પ્રથમ જથ્થામાંથી દ્વારકા સિવિલ હોસ્પીટલ ખાતે આ રસી આવી ગઈ છે ત્યારે સૌ પ્રથમ કોરોના વોરીયર્સ મેડીકલ સ્ટાફને આ રસી આપવા માટે મીઠાપુર ખાતે આવેલા ટાટા હોસ્પીટલના ડીન ડો. સંજીવ ભટનાગર, મેડીકલ સર્વિસીસ હેડ દિલીપભાઈ ચોકસી, ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ સહિત ૨૫ જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી અને બાકી રહેતા સ્ટાફને પણ આપવામાં આવશે. આ તકે ડો. સંજીવ ભટનાગર દ્વારા લોકોને રસી વિશે ખોટી અફવાઓથી દૂર રહેવા જણાવ્યુ હતું (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:41 am IST)