Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

કચ્છમાં શીપીંગ વિઝન ૨૦૩૦ ઉપર મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ચિંતન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાના યજમાન પદે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં તમામ મહાબંદરોના અધ્યક્ષ સાથે ત્રિદિવસીય ચિંતન શિબિરનો શુભારંભ કરાયો હતો. સાંજે સહુએ કાળા ડુંગરનો પ્રવાસ કરીને રમણીય દ્રશ્યોને નિહાળ્યા હતા.

આ પ્રસંગે આ પ્રસંગે કાળા ડુંગરની મુલાકાત વેળાએ કેન્દ્રીય શિપિંગ સચિવ રાજીવ રંજન અને મહારાષ્ટ્ર સરકારના લોકાયુકત શ્રી સંજય ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન શિબિર દરમ્યાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિદ્ઘ કચ્છી લોક કલાકાર દ્વારા લોકગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં રાજયના સામાજિક અને શૈક્ષણીક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અગ્રણી કેશુભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી તારચંદભાઈ છેડા, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તથા પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા , જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ત્રિકમભાઈ છાંગા, કૌશલ્યાબેન માધાપરિયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

આ શિબિરમાં શિપીંગ વિઝન ૨૦૩૦ ઉપર ચિંતન શરૂ કરાયું છે.

(11:41 am IST)