Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

એસટીમાં બોગસ આધારોથી નોકરી મેળવનાર રાપરના બે ડ્રાઇવર બરતરફ

બંનેએ અમરેલીમાંથી બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા હતા

ભુજ, તા.૨૩: કચ્છ એસટીના વિભાગીય નિયામક સી.ડી. મહાજને બોગસ આધારોથી નોકરી મેળવનાર બે ડ્રાઇવરોને તાત્કાલિક અસરથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે. રાપર એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા નવદ્યણજી જયંતીજી ઠાકોર અને ભીખાભાઇ ઉસ્માન મકવાણાને બોગસ આધારોને મુદ્દે બરતરફ કર્યા છે. બેઝ ન. ૨૮૦૪ ધરાવતા નવદ્યણજી ઠાકોરે અમરેલી નું ડ્રાઇવિંગ લાયસન્સ ન.જી.જે ૧૪ ૨૦૦૦૦૦૧૪૬૯૩ જન્મ તા/૨૦/૫/૧૯૮૨ રજૂ કર્યું હતું. જે અંગેની તપાસ મહેસાણા નિરીક્ષક દ્વારા કરવામાં આવતા આ લાયસન્સ બનાવટી હોવાનું અને અસલમાં બીજાના નામે હોવાનું બહાર આવ્યું હતું. તો, બીજા ડ્રાઇવર ભીખાભાઇ ઉસ્માન મકવાણા બેઝ ન. ૨૮૧૫ દ્વારા રજૂ કરાયેલ સી.ઓ. શાહ નૂતન વિદ્યાલય, વડાવલીનું લિવિંગ સર્ટી., ધો. ૧૨ પાસની માર્કશીટ, અમરેલીનું ડ્રાઇવિંગ લાયસન્સ ન. જી.જે.૧૪ ૨૦૦૧૦૦૧૪૬૯૫ બોગસ છે.ઙ્ગ હજીયે અન્ય આવા કિસ્સાઓની તપાસ ચાલી રહી છે. જોકે, આ બાબતે હજી કોઈ ફોજદારી પોલીસ ફરિયાદ તેમ જ તેમના દ્વારા વસુલ કરાયેલ પગારની રિકવરી અંગે કોઈ કાર્યવાહી થઈ નથી.

(3:51 pm IST)