Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

જીતુ બાવળીયાએ ૮.૫ અને કટેશીયા પાયલે ૧૦.૧૪ મીનીટમાં ચામુંડા પર્વત સર કર્યો

પ્રથમ વખત આયોજીત પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ૧૫૩ સ્પર્ધકો જોડાયાઃ યુવક અને યુવતીના વિભાગ ૧૦ - ૧૦ વિજેતાઓને ઈનામ અર્પણ

ચોટીલાઃ ચોટીલા ખાતે આજે પર્વત ઉપર પ્રથમ વખત પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૨૫ સ્પર્ધકો જોડાયા હતા. તસ્વીરમાં આરોહણ-અવરોહણ કરતા સ્પર્ધકો તથા આગેવાનો નજરે પડે છે (તસ્વીરઃ હેમલ શાહ-ચોટીલા)

ચોટીલા, તા. ૨૩ :. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચામુંડા માતાજીના પર્વત ઉપર આજે પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૧૫૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં યુવતીઓના વિભાગમાં સુરેન્દ્રનગરની કટેશીયા પાયલ રમેશભાઈએ ૧૦.૧૪ મિનીટમાં ચામુંડા પર્વત ઉપર ચડીને ઉતરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બીજા ક્રમે રાજકોટના વાંગધ્રા ગામના ધાડવી અસ્મિતાબેન સાગરભાઈએ ૧૦.૫૮ મીનીટમાં પર્વત સર કર્યો હતો. જ્યારે ત્રીજા ક્રમે સુરેન્દ્રનગરના કટેશીયા માનસી કમલેશભાઈએ ૧૧.૧૦, ચોથા ક્રમે રાજકોટના વાંગધ્રાના કોસીયાણી કિંજલબેન ઓઘડભાઈએ ૧૧.૧૪, વાંગધ્રાના સાકરીયા કાજલબેન દિનેશભાઈએ ૧૧.૪૭, વાંગધ્રાના સોલંકી કિંજલબેન પ્રાગજીભાઈએ ૧૧.૪૮, સુરેન્દ્રનગરના સરવૈયા ચંદ્રીકાબેનએ ૧૨.૧૧ અને સુરેન્દ્રનગરના રંગપરા કાજલબેન સુરેશભાઈ ૧૨.૧૩ મીનીટમાં ચોટીલા પર્વત સર કર્યો હતો.

જ્યારે યુવકોના વિભાગમાં સુરેન્દ્રનગરના બાવળીયા જીતુભાઈ સીધાભાઈ ૮.૫ મીનીટમાં ચોટીલા પર્વતના ૬૩૫ પગથરીયા ચડી-ઉતરીને પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના કવાડીયા અક્ષય ભરતભાઈએ ૮.૭ મીનીટમાં કુકડીયા વિશાલ વનરાજભાઈએ ૮.૪૧ મીનીટમાં, પરમાર નિલેશભાઈ ગગુભાઈએ ૮.૪૮ મીનીટમાં, મોરબીના ડામોર જયમીનકુમાર કાળુભાઈએ ૮.૪૯ મીનીટમાં ચોટીલા પર્વત સર કર્યો હતો.

યુવક અને યુવતીઓના વિભાગમાં ૧૦ - ૧૦ સ્પર્ધકોને ૧ થી ૧૦ ક્રમાંક આપીને વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.

સન્માન સમારંભમાં અધિક કલેકટર શ્રી ઝાલા, પ્રાંત અધિકારી શ્રી આર.બી. અંગારી, જિલ્લા રમત-ગમત અધિકારી બળવંતસિંહ, ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા, મામલતદાર પ્રકાશભાઈ ગોઠી, ટીડીઓ યોગેશભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, જિલ્લા ભાજપના શૈલેષભાઈ ઉપાધ્યાય, નરેશભાઈ મારૂ, સુરેશભાઈ ધરજીયા, શ્રી ચામુંડા માતાજી મંદિરના મહંત પરિવારના અમૃતગીરી અને વસંતગીરી ગોસાઈ તથા જુદા જુદા તાલુકાના પીટી શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:45 pm IST)