Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો ' નિશાન' તાકતા ફાયરિંગ કરતા હોવાનો વીડિયો વાઇરલ

વસોયાએ કહ્યું લાયસન્સ માટે પ્રેક્ટિસ કરતો હતો તે વખતનો છે હવે ડીલીટ કરવા કહ્યું છે

રાજકોટ:  જીલ્લાના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરાયો છે. જેમાં તેઓ નિશાન તાકતા ફાયરિંગ કરતા હોય તેવો વીડિયો છે.

 ફેસબુક પર વીડિયોની સાથે હમેશા ધાર્યુ નિશાન પાર પડતાં અમારાં ધારાસભ્ય લલિત વસોયા એવું લખ્યું છે. જોકે વિવાદ થતા વસોયાએ કહ્યુ હતુ કે લાયન્સ માટે પ્રેક્ટિસ કરતો હતો તે વખતનો છે. બાદમાં આ વીડિયો ડિલીટ કરવા સૂચના અપાઇ છે.

(1:37 pm IST)