Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઉછીના પૈસાની ઉઘરાણી કરતા મહિલાને પતાવી દીધી મેઘપર (પડાણા) ના ખુનનો ભેદ ઉકેલાયોઃ બે આરોપી ઝબ્બે

જામનગર તા. ર૩ : મેઘપર (પડાણા) પો.સ્ટે. મા દાખલ થયેલ ફર્સ્ટ ગુ.ર.નં.નં.૦૦ર૮/૧૯ ઇ.પી.કો.કલમ ૩૦ર, ૪૪૭, તથા જી.પી. એકટ કલમ ૧૩પ(૧) વિ.ના કામેનો ગુન્હો અનડીટેકટ હોય અને એલ.સી.બી.પો.સબ.ઇન્સ.આર.બી.ગોજીયાની આગેવાનીમા એલ.સી.બી.ની ટીમ તેમજ મેઘપર(પડાણા) પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ ડી.એસ.વાઢેર, આગેવાનીમાં મેઘપર (પડાણા) પો.સ્ટે.ની ટીમના પ્રયત્ન ચાલુ હોય તે દરમ્યાન પો.સબ.ઇન્સ. ડી.એસ.વાઢેર તથા એલ.સી.બી.ના પો.હેડકોન્સ. નિર્મળસિંહ જાડેજાને બાતમી મળેલ કે આરોપીઓ કાનાલુસ રેલ્વેસ્ટેશન પાસે છે અને તે પોતાના વતનમાંજવાની ફીરાકમા છે.

જે હકિતઆધારે (૧) હરમસીંગ મીખાસીંગ રોળુભાઇ અજનાર આદિવાસી ઉ.૩૦ રહે. હાલ નવાણીયા સીમ કરશનભાઇ વેજાભાઇની વાડીમાં તા.લાલપુર મુળ રહે. બયડા વરદા તળવી ફળીયા તા.ઉયદાગઢ જી.અલીરાજપુર  રાજય મધ્યપ્રદેશ તથા (ર) દીલીપસીંગ નવલસીંગ ભીમાભાઇ બગેલ આદિવાસી ઉ.૩૦ રહે. હાલ નવાણીયા સીમ માલદે જેઠા ચાવડાની વાડીમાં તા.લાલપુર મુળ રહે. છોટીજીરી મેળા ફળીયા તા.જોબટ પો.સ્ટે. ઉદયાગઢ જી.અલીરાજપુર રાજય મધ્યપ્રદેશ વાળાઓને પકડી પુછપરછ કરતા ગુન્હો કરેલાની કબુલાત આપેલ હોય.

બનાવ બનવાનું કારણ એ છે કે મરણજનાર નાનકીબેનના પતિ કનવરે બન્ને આરોપીઓને હાથ ઉછીના પૈસા આપેલ હોય તે પૈસાની કનવર અવાર નવાર ઉઘરાણી કરતા અને કનવર તેના વતનમાં જતા પાછળથી મરણ જનાર નાનકીબેને આરોપીઓ પાસે તેના નીકળતા રૂપિયા બાબતે ઉઘરાણી કરતા જે આરોપીઓ આપવા ન માગતા હોય જેનો ખાર રાખી મરણ જનારને આરોપીઓએ ઉચકી ખાટલામાં સુવડાવી દિધેલ અને આરોપી નં.ર ના એ પકડી રાખેલ તેમજ આરોપી નં. ૧ ના એ મરણ જનારને દાતરડાથી માથાના ભો તથા મોઢાના ભાગે ગંભીર ઘા મારી ઇજા પહોંચાડી મોત નિપજાવી ગુન્હો કરેલ હોય જેથી કાયદેસર કાર્યવાહી કરી બન્ને આરોપીઓને ધોરણસર અટક કરેલ છે.

આ કાર્યવાહીમાં પો.હેડકોન્સ. અશોકભાઇ સોલંકી ફિરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, વનરાજભાઇ મકવાણા મેઘપર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ભરતસિંહ જાડેજા તથા પો.હેડકોન્સ. તથા રાજેન્દ્રભાઇ કનોજીયા તથા પો.કોન્સ. ફૈઝલભાઇ ચાવડા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા સલીમભાઇ મુદ્રક તથા સુરપાલસિંહ ઝાલા તથા ખીમભાઇ જોગલ વિગેરે સાથે રહેલ છે.

(12:51 pm IST)