Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સાવરકુંડલા : શનીવારે બંધારણના આમુખનું વાંચન-પ્રાર્થના-દુઆ કાર્યક્રમ

સાવરકુંડલા, તા. ર૩ : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, બદરૂદ્દીન શેખ, ઈકબાલ શેખ (એડવોકેટ), વઝીરખાન પઠાણ, મુર્તુઝાખાન એક સંયુકત નિવેદનમાં જણાવે છે કે આગામી પ્રજાસતાક દીનના રોજ રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા પ્રજાસતાક દિને બંધારણના આમુખતનું વાંચન કરી લોકશાહીની રક્ષા માટે પ્રાર્થના તેમજ દુઆ કરવાનું મહિલાઓ દ્વારા આયોજન કરવા આહવાન કરવામાં આવેલ છે. સંવિધાનની રક્ષા માટે બંધારણીય કવચ એક ગાંધી ક્રાંતિ સમાન બની રહેશે. અસંવેધાનિક અને ગેરબંધારણીય નિર્ણય સામે વિરોધ કરવા ગાંધી ક્રાંતિ માટે રાષ્ટ્રવાદીઓ પ્રજાસત્ત્।ાક દિને ભારતના બંધારણના આમુખતનું વાંચન કરી લોકશાહીની રક્ષા માટે પ્રાર્થના તેમજ દુઆ કરશે.

લોકશાહી, બિનસાંપ્રદાયિકતા તથા સંવિધાનને સંજીવની બક્ષવાની જરુર છે ત્યારે પ્રજાસતાક દિનની આંતિ ભવ્ય ઉજવણી નવી ગાંધી ક્રાંતિને જન્મઆપશે. આગામી પ્રજાસતાક દિને તા. ૨૬-૧-૨૦૨૦ને રવિવારના રોજ બપોરે ર થી પ દરમ્યાન સમગ્ર રાજયમાં સંવિધાન, લોકશાહી અને સર્વધર્મ સમભાવની રક્ષા કરવા માટે સવંધર્મ પ્રાર્થના/દુઆનું મહિલાઓ દ્વારા આયોજન કરવાનો આહવાન કરવામાં આવેલ છે. બંધારણ વિરોધીઓ તેમજ આતંકવાદ, કોમવાદ, જાતિવાદ અને ભ્રષ્ટાચારથી મુકત થઈ ભારત વિશ્વની મહાસત્ત્।ા બને અને ગુજરાત રાજય દેશમાં પ્રથમ નંબરનું સ્થાન હાંસલ કરે તે માટેપણ મહિલાઓ હ્વારાપ્રાર્થના/ દુઆ કરવામાં આવશે.

ઉપરોકત કાર્યક્રમઅંગે ચચાં વિચારણા કરવા  જુનેદ શેખ, સુબામીયાં કાદરી, મ્યુનિ. કાઉન્સિલરો શ્રી ઈકબાલ શેખ, શાહનવાઝ, શેખ, હાજી ભાઈ, સુહાના મનસુરી, અઝરા કાદરી તેમજ મુઝાહીદ નફીસ, તસ્લીમઆલમતીરમીઝી, શોકતખાન પઠાણ (એડવોકેટ), જફર અજમેરીની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઇ હતી.

(12:47 pm IST)