Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિમાં ૨ બાળકીઓના જીવ બચાવનાર પોલીસ જવાનને ડીજીપી દ્વારા પ્રશંસા પત્ર

મોરબી,તા.૨૩: જીલ્લામાં અતિવૃષ્ટિને પગલે ટંકારા ખાતે જીવના જોખમે બાળકીને ખભે ઉચકીને રેકસ્યું કરનાર ટંકારાનાં બ્રીજપોલીસ જવાનનો તાજેતરમાં રાજયના ડીજીપી દ્વારા પ્રશંસાપત્ર પાઠવીને પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાને સન્માનિત કર્યા છે

ટંકારાના જાંબાજ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાને રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ પ્રશંસાપત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં તા. ૧૦-૦૮-૨૦૧૯ ના રોજ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં કલ્યાણપર ગામમાં ચારેબાજુ પાણી ફરી વળતા ગ્રામજનોને તાત્કાલિક રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવાની સ્થાનિક પોલીસની કામગીરી દરમિયાન તમે ખુબ હિમતપૂર્વક બે બળોને પોતાના ખભા પર બેસાડી, જનના જોખમે બંને બાળાઓને સલામત સ્થળે પહોંચાડી, ફરજ પ્રત્યેની સંપૂર્ણ નિષ્ઠાનું ઉત્ત્।મ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેની નોંધ સોશ્યલ તેમજ ઈલેકટ્રોનિક મીડીયાએ પણ લીધેલ જેના પરિણામે સમાજ પર પોલીસ દળની હકારાત્મક છબી પ્રસ્થાપિત થયેલ જેનો સંપૂર્ણ શ્રેય આપને ટ અથ આપની જેમ ફરજ બજાવતા તમામ નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને જાય છે

જે ઉત્કૃષ્ઠ અને પ્રસંશનીય કામગીરી બદલ આપણે આ પ્રસંશાપત્ર પાઠવું છું તેમજ ગૌરવપૂર્ણ કામગીરીને બિરદાવતા સુવાસ સુરક્ષા અને સંવેદનાની અમારા ખભે આપની સુરક્ષા પુસ્તિકા સુપ્રત કરું છું ભવિષ્યમાં પણ આપ પોલીસ દળ માટે આ જ ઉત્સાહ સાથે ઉત્કૃષ્ઠ અને પ્રશંસનીય કામગીરી કરતા રહો તેવી અપેક્ષા વ્યકત કરી છે.

(11:44 am IST)