Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ફાયરિંગ કરનાર અબડાસાના ધારાસભ્યના પુત્ર સામે પોલીસે નોંધી ફરિયાદ

ભુજ,તા.૨૩: ત્રણ અલગ અલગ બંદૂક માંથી હવામાં ફાયરિંગ કરનાર અબડાસાના ધારાસભ્ય વિરુદ્ઘ પોલીસે ગુનો દાખલ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહે પોતાનો ફાયરિંગ વાળો વીડીયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો. જોકે, સમાચાર માધ્યમોમાં આ મુદ્દે વહેતા થયેલા મીડીયા રિપોર્ટસે સનસનાટી સર્જી હતી. અંતે રાજયકક્ષાએ આ મુદ્દો ગાજતો થતાં કચ્છ પોલીસ હરકતમાં આવી હતી. સવારથી જ ગાજતાં થયેલા આ વિવાદ બાદ નખત્રાણા પોલીસે ગઈકાલે મોડેથી જયદીપસિંહ સામે ગુનો દાખલ કરી તેનું નિવેદન લીધું હતું. જોકે, પોતે પાક રક્ષણ માટેની બંદૂક નું ટેસ્ટિંગ કરી રહ્યાનું નિવેદન આપ્યું હતું. પણ, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પુત્રના કૃત્યને વખોડી ને આ કૃત્ય યુવાનીના જોશમાં થયું હોવાનો ખુલાસો કર્યો હતો. પીએસઆઇ જે.કે. રાઠોડે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

(11:42 am IST)