Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

વેરાવળના કાજલી ગામે ડે. કલેકટર ઝાલાની ત્રીજી પૂણ્યતિથીની ઉજવણી

શાંતિયજ્ઞ, બટુક ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

પ્રભાસપાટણ તા ૨૩  : વેરાવળ તાલુકાના કાજલી મુકામે પૂર્વ ડે. કલેકટર ભગવાનસિંહ ઝાલાની ત્રીજી પૂણ્યતિથી નિમીતે તેમની વાડીએ આર્ય સમાજ દ્વારા શાંતિયજ્ઞ યોજાયેલ, તેમજ કાજલી પ્રા.શાળાના બાળકોને બટુક ભોજન કરાવેલ, મહાપ્રસાદ યોજેલ.

આ તકે પોરબંદર આર્ય સમાજમાંથી પધારેલા શાસ્ત્રીજી અને ઘનશ્યામભાઇ આર્ય, પ્રભાસપાટણ નેપાળીબાપુની જગ્યાના મહંત ઘનશ્યામદાસ, પ્રભાસપાટણના જયોતિસ નાનુભાઇ પ્રચ્છક, પ્રભાસપાટણ લોહાણા સમાજના પ્રમુખ લાલભાઇ અટારા, કાજલી ગામના સરપંચ મેરગભાઇ બારડ, ખેંગારસિંહ ઝાલા, ખંઢેરી ગામના માજી સરપંચ માંડાભાઇ બારડ, વડોદરા ઝાલાના અગ્રણી દિલીપભાઇ ઝાલા,ઙ્ગ વેરાવળ તાલુકા ભાજપનાં મહામંત્રી ગોવિંદભાઇ મેર, પ્રભાસપાટણનાં કાલભાઇ બેગ, એડવોકેટ જયેશભાઇ ઝાલા અને અનેક અગ્રણીઓએ હાજરી આપેલ હતી.

આ તકે શાસ્ત્રીજીએ જણાવેલ કે જયારે આપણે સત્ય જાણી લઇશું કે જનાર આત્મા પર તે જયાં સુધી જીવીત હતો ત્યાં સુધીજ આપણો અધિકાર હતો. હવે અધિકાર સમાપ્ત થઇ ગયો છે. દુઃખની ક્ષણેજ આપણી કસોટી થાય છે, આથી જ જ્ઞાન અને વિવેકને જાગૃત કરી ધૈર્ય ધારણ કરવું એજ ધર્મનું પ્રથમ લક્ષણ છે.

વિજ્ઞાન પણ અમ કહે છે કે, સૃષ્ટિની કોઇ ચીજ ખતમ થતી નથી, તેનો વિનાશ થતો નથી તે ફકત તેનું સ્વરૂપ બદલે છે.

આ તકે ડે. કલેકટર ભગવાનભાઇ ઝાલાનાપરિવારજનો તેમનાંઙ્ગ શાંતિ યજ્ઞમાં જોડાયા હતા અને દરેક લોકોની શાંતિ માટે પ્રાર્થના કરેલ હતી.

(11:41 am IST)