Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભાવનગરમાં પોણા પાંચ લાખની ઘરફોડી

ભાવનગર, તા. ર૩ : ભાવનગર શહેરના રીંગ રોડ પર ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટકયા હતા. જેમાં એક મકાનમાંથી ઘરેણા-રોકડ મળી રૂ. ૪.૭૦ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં.

વિગતો મુજબ શહેરના ઘોઘા રોડ ગૌશાળા પાસે રીંગ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને દિનેશભાઇ વશરામભાઇ વાઘેલાના બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી તિજોરીમાંથી ૪પ તોલા વજનના સોનાના ઘરેણા કિંમત રૂ.૪.પ૦ લાખ અને રોકડ રૂ. ર૦ હજાર મળી કુલ રૂ.૪.૭૦ લાખની મત્તાની ચોરી કરી હતી. તસ્કરોએ આજુબાજુના અન્ય બે મકાનોમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે દિનેશભાઇ વાઘેલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)