Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રાણાવડવાળામાં ૪૭ હજારનો દારૂ ઝડપાયો

પોરબંદર,તા.૨૩: રાણાવાવના રાણાવડવાળામાં રહેણાંક મકાનમાં પોલીસ દરોડો પાડીને રૂ.૪૭,૭૦૦ના ઇગ્લીંશ દારૂ સાથે રાણા મૃત્યુ ચાવડાને પકડી પાડ્યો હતો. તેમને મદદગારી કરનારા પાડ્યો હતો. તેમને કરનારા ૨ શખ્સો સહિત ત્રણ સામો ગુન્હો નોંધયો છે

પોરબંદર જિલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી સદંતર નાબૂદ કરવા માટે પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબએ આપેલ સઘન સુચના અનુસંધાનેપોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એસ.ઝાલા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ડી.સ્ટાફના કોન્સ. સંજયભાઈ બાબરીર્યાં ને ચોક્કસ હકીકત મળેલઙ્ગ કે, તુંબડતોડનેશ, રાણા વડવાળામાં રહેતાં રાણા મુરૂ ચાવડા પોતાના રહેણાંક મકાનને ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરે છે. જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા ર્ંર્ંઈંગ્લીશ દારૂની બોટલ નં. ૮૨ કિ.રૂ.૨૪૬૦૦/- તથા  વધુ બોટલ નં.૨૩૧ મળી કુલ કિંમત રૂ.૪૭૭૦૦/- નો ઈંગ્લીશ દારૂ તથા મોબાઇલ-૧ તથા મહિન્દ્રા પિક અપ વાહન મળી કુલ રૂ.૫૪૮૨૦૦/-ર્ં ના મુદ્દામાલ સાથે મજકુરને ઝડપી પાડી સદર દારૂ મંગાવવામાં મદદગારી કરનાર અન્ય બે ઈસમો નથુ સાજણ ઉલવા તથા મેરામણ ઉર્ફે મેરા રામા ચાવડા મળી ત્રણેય ઈસમો વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમા પીએસઆઇ બી.એસ.ઝાલા તથા ડી.સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સી.ટી.પટેલ, પો.કોન્સ. સંજયભાઈ બાબરીયા, કાનાભાઈ કરંગિયા, મેરામણભાઇ વરૂ, અશોકભાઈ ચુડાસમા,સંદિપભાઈ આહિર, ડ્રાઈવર ભીમભાઈ વગેરેએ કરી હતી.

(11:36 am IST)