Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ધોરાજીનો સાંસ્કૃતિક ધરોહર ત્રણ દરવાજાની જર્જરીત હાલત...

ધોરાજી તા. ર૩ :.. ધોરાજીની આન બાન શાન ગણાતા ભવ્ય ત્રણ દરવાજા ગોંડલના રાજા ભગવતસિંહજીના વખતમાં નિર્માણ પામેલા સાંસ્કૃતિક ધરોહર ગણાતા પુરાણીક વખતની નકર્સ કોતર કામ સાથે ત્રણ દરવાજા આજે જર્જરીત હાલતમાં જોવા મળે છે.

ધોરાજી નગરપાલીકા દ્વારા સંચાલીત આ ત્રણ દરવાજાની યોગ્ય સફાઇ કે જાળવણી થતી નથી. પથ્થરો ર્જ્જરીત બન્યા છે.

ધોરાજીમાં ગમે તે લોકો પોતાના જાહેરાતના બેનરો લગાવે છે. જેના કારણે પથ્થરો ખરાબ થાય છે. અને વર્ષો જૂના પુરાણીક ત્રણ દરવાજા જો જર્જરીત થઇ જશે તો ધોરાજીનું આકર્ષણ ખતમ થઇ જશે.

આ માટે જે રીતે જુનાગઢમાં નવાબના મજેવડી ગેઇટ અને ત્રણ દરવાજાનું રિનોવેશન કર્યુ એ રીતે ધોરાજીના ત્રણ દરવાજા ને પ્લાસ્ટીક કોટેડ કરી ગુજરાત સરકાર રચીત સ્મારકમાં જાહેરાત કરે તો જ પુરાણી રાજાશાહીની મિલ્કતો જાળવી શકશે.

અન્યથા ધોરાજીમાં એકપણ સાંસ્કૃતિક ધરોહર બચશે નહી અને ભવ્ય દરવાજા ઉપર એકપણ જાહેરાત લગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે.

(11:36 am IST)