Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ધોરાજીના ભુતવડ સરકારી ફાર્મ હાઉસ ખાતે દીપડો ઝડપાયો

ધોરાજી,તા.૨૩: તાલુકાના ભુતવડ ગામ ખાતે આવેલ સરકારી ગીર ગાયના ફાર્મ હાઉસ પાસે છેલ્લા ત્રણ-ચાર દિવસથી દિપળો આવી જતા અને ગીર ગાયને ઇજા પહોંચાડતા તાત્કાલિક ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી બાદ ફોરેસ્ટ વિભાગના વનાભાઈ ચાવડા અને ઘનાભાઈ વિગેરે સ્ટાફ એ પાંજરૂ મૂકેલું હતું બાદ આજરોજ પાંજરાની અંદર મારણ કરવા માટે દીપડો ફસાઈ જતા ફોરેસ્ટ વિભાગ એ દીપડાને ઝડપી લીધો હતો અને દીપડાને સાસણ ગીર અભીયારણ માં મુકવા માટે ફોરેસ્ટ વિભાગના વનાભાઈ ચાવડા અને દ્યનાભાઈ સ્ટાફ સાથે રવાના થયા હતા

ધોરાજીના પાટણવાવ ઓસમ ડુંગર વિસ્તારમાં છેલ્લા દ્યણા સમયથી દીપડાનો વસવાટ છે જેના કારણે પાટણવાવઙ્ગ પંથક ભૂતવડ ભોળા છાડવાવદર વગેરે વિસ્તારોમાં પણ દિપડાએ અનેક વખત દેખા દીધી હતી ત્યારબાદ આ વખતે ધોરાજીના જેતપુર રોડ પાસે આવેલ ભૂતવડ ગામ ના સરકારી ગીર ગાયના ફાર્મ હાઉસ ખાતે દીપડાએ બે ત્રણ દિવસ પહેલા દેખા દેતા અને એક ગીર ગાયને ઇજા પહોંચાડતાં જે મામલે ગીરગાય અધિકારીઓએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતાં પાંજરૂ મૂકવામાં આવ્યું હતું બાદ આજરોજ પાંજરામાં દીપડો પકડાઈ ગયો હતો જેથી આ વિસ્તારમાં લોકોને પણ મોટી રાહત જોવા મળી હતી.

(11:34 am IST)