Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઠંડી ઘટીને પવન વધી ગયોઃ ઠારનો સપાટોઃ ગિરનાર ૮.૪ ડિગ્રી

નલીયા ૧૦.૪, રાજકોટ ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાનઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો પરંતુ ઠંડી યથાવત

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો થયો છે જો કે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જવા છતા મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે.

આજે ગિરનાર ઉપર ૮.૪, નલીયા ૧૦.૪, રાજકોટ ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

ઠંડીમાં ઘટાડો, ગિરનાર ખાતે ૮.૪ ડિગ્રી તાપમાનથી રાહત

જુનાગઢઃ ઠંડીમાં આજે ધરખમ ઘટાડો થતાં જુનાગઢના ગિરનારનું લઘુતમ તાપમાન ઉચકાયને ૮.૪ ડિગ્રી નોંધાતા પ્રવાસીઓ સહિતના લોકોએ રાહત અનુભવી છે.

ગઇકાલે જુનાગઢ ખાતેનું લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી રહ્યા બાદ આજે સવાર તાપમાન વધીને ૧૩.૪ ડિગ્રી નોંધાતા ઠંડીમાં ૨.૪ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૮ કિમીની રહી છે. ગિરનાર પર્વત વિસ્તારમાં ૮.૪ ડિગ્રી ઠંડી રહેવા છતાં વાતાવરણ બર્ફીલુ રહ્યુ હતું.

જામનગર

જામનગરઃ શહેરનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી, મહતમ ૨૭ ડિગ્રી, ભેજ ૬૨ ટકા, પવનની ઝડપ ૯.૪ કિ.મી. પ્રતિ કલાક રહી છે.(૧.૬)

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર

૮.૪ ડિગ્રી

નલીયા

૧૦.૪ ડિગ્રી

રાજકોટ

૧૧.પ ડિગ્રી

કેશોદ

૧ર.૪ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૩.૦ ડિગ્રી

જુનાગઢ

૧૩.૪ ડિગ્રી

અમરેલી

૧પ.ર ડિગ્રી

પોરબંદર

૧૭.૦ ડિગ્રી

વેરાવળ

૧૮.૧ ડિગ્રી

૪ મહાનગરો

ગાંધીનગર

૧૩.૦ ડિગ્રી

અમદાવાદ

૧૪.૦ ડિગ્રી

વડોદરા

૧૬.૪ ડિગ્રી

સુરત

૧૭.૧ ડિગ્રી

ગુજરાત

મહુવા-સુરત

૧પ.૭ ડિગ્રી

દિવ

૧પ.૮ ડિગ્રી

(11:37 am IST)