Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રાજયમાં ટીડીઓની બાવન ખાલી જગ્યામાં ઇન્ચાર્જથી વહીવટ ચલાવાય છે

વિધાનસભામાં વિક્રમભાઇ માડમે પુછેલા પ્રશ્નનો પંચાયત મંત્રીએ આપેલ જવાબ

 જામનગર તા.૨૩ : ગુજરાત રાજયની વિધાનસભાની બેઠક મળેલ હતી તેમાં ૮૧ જામખંભાળીયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા રાજયમાં તા.વિકાસ અધિકારીઓની જગ્યાઓ સબંધમાં વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવેલ હતા. રાજયમાં તા.વિકાસ અધિકારીઓનુ કેટલુ મહેકમ મંજુર કરેલ છે અને ઉપરોકત સ્થિતિએ કેટલી તા.વિકાસ અધિકારીઓની જગ્યા ભરેલ છે. કેટલી ખાલી રહેલ છે. આ ખાલી જગ્યાઓ પૈકી કેટલી જગ્યાઓ ચાર્જ રાખીને ચલાવાય છે અને ઉકત સ્થિતિએ ખાલી જગ્યાઓ કયા સુધીમાં ભરવામાં આવશે ? વિગેરે બાબતે પ્રશ્નો પૂછેલ હતા.

પુછવામાં આવેલ પ્રશ્નો સબંધે પંચાયત વિભાગનો હવાલો સંભાળતા મા.પંચાયત મંત્રી દ્વારા તેમના જવાબમાં વિધાનસભામાં જણાવેલ હતુ કે તા.૩૦-૬-૨૦૧૯ની સ્થિતિએ તા.વિકાસ અધિકારીશ્રીઓનુ મંજુર થયેલ મહેકમ ૨૩૫નુ છે. જે પૈકી ઉપરોકત સ્થિતિએ કુલ ૧૮૩ જગ્યાઓ ભરેલ છે અને પર (બાવન) જગ્યાઓ ખાલી છે. આ ખાલી રહેલ તમામ પર જગ્યાઓનો ચાર્જ આપીને ચલાવાય છે. ખાલી રહેલ તમામ જગ્યાઓ વહીવટી અનુકુળતાએ ભરાશે તે મુજબનો પ્રત્યુતર મા.પંચાયત મંત્રી દ્વારા વિધાનસભામાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં જણાવેલ હતુ.

(11:33 am IST)