Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

હીરા ઘસવાનું કામ છોડી દેતાં પિતાએ ઠપકો આપ્યો, ચિરાગ આંબાના ઝાડમાં લટકી ગયો

ધારીના મીઠાપુરમાં બનાવઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૩: ધારીના મીઠાપુર વિસ્તારમાં રહેતો ચિરાગ હિમતભાઇ વાઘેલા (ઉ.વ.૧૮) નામના યુવાને ગામમાં કુતુબભાઇ રજબભાઇ હિરાણીની વાડીએ આંબાના ઝાડમાં લટકી ગળાફાંસો ખાઇ લેતાં વાડીમાં હાજર લોકો જોઇ જતાં તાકીદે નીચે ઉતારી લીધો હતો. ધારી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ચિરાગ ત્રણ ભાઇમાં વચેટ છે. તેના પિતા હિમતભાઇએ ગામમાં કુતુબભાઇની વાડી વાવવા રાખી હોઇ ત્યાં કામ કરે છે. ચિરાગને વિસાવદર ખાતે હીરા ઘસવાનું કામ કરવા મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેને ત્યાં ન ગમતાં કામ છોડીને પાછો આવી જતાં પિતાએ ઠપકો આપતાં માઠુ લાગી જવાથી આ પગલુ ભર્યુ હતું. તેમ તેના કાકા દલસુખભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ધારી પોલીસને જાણ કરી હતી. ચિરાગ સારવાર હેઠળ છે.

(11:31 am IST)