Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભાવનગરના તણસામાં ભરત કોળીની હત્યા

રોલીંગ મિલના કર્મચારીને છુટા કરવાની દાઝ રાખીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો

ભાવનગર તા.૨૩: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે આવેલ રોલીંગ મીલમાં કામ કરતા કોળી યુવાનની છરીના ઘા ઝીકી હત્યા થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.

મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામમાં રહેતા અને ગામઙ્ગ માં જ આવેલ વલ્લભ રોલિંગ મીલમાં કામ કરતા ભરતભાઈ જાદવભાઈ કામ્બડ ઉ.વ.૪૦ ની ગામ નજીક આવેલ પેટ્રોલ પમ્પ પાસે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક ભરતભાઈ સાથે રોલીંગ મીલમાં કામ કરતા હર્ષદભાઈ નામના વ્યકિતને નોકરીમાંથી છુટા કરવામાં આવેલ હોય તેની દાઝ રાખી હર્ષદભાઈના ભાઈએ હત્યા કરી હોવાનું મૃતકના પત્નીએ પોલીસને જણાવ્યું હતું. બનાવની જાણ થતા ઘોઘા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. હર્ષદભાઈ ના ખૂનના આ બનાવથી બે સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે.ઙ્ગ આ બનાવ અંગે ઘોઘા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:08 am IST)