Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ધોરાજીના મંદિરમાં ૭ર હજાર, ચરાડવાના ગુરૂકુળમાંથી પોણા બે લાખની ચોરી

સ્વામિનારાયણ સંપ્રદાયનાં અલગ અલગ બે ધર્મસ્થાનોમાં તસ્કરો ત્રાટકતા સંતો-હરિભકતોમાં રોષ

પ્રથમ અને બીજી તસ્વીરમાં ધોરાજી સ્વામીનારાયણ મંદિર તથા ત્રીજી-ચોથી તસ્વીરમાં હળવદ-સ્વામીનારાયણ ગુરૂકુળ નજરે પડે છે.

રાજકોટ તા. ર૩ :.. સ્વામી નારાયણ સંપ્રદાયના અલગ અલગ બે ધર્મસ્થાનોમાં તસ્કરો ત્રાટકતા સંતો અને હરિભકતોમાં ભારે રોષ છવાયો છે.

તસ્કરોએ ધોરાજી બીએપીએસ સ્વામીનારાયણ મંદિર અને હળવદન ચરાડવા સ્વામીનારાયણ ગુરૂકુળમાંથી માલમતાની ચોરી કરીને નાસી છૂટયા હતાં.

ધોરાજી

ધોરાજી : ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ બીએપીએસ સ્વામી નારાણ મંદિરમાં ઠંડીના લીધે મોડી રાત્રે ર અજાણ્યા ચોર દિવાલ ઠેકીને પાછળથી આવીને મંદિરમાં ભગવાન  ના સોનાના અભુષણ સોનાની બુટી નંગ ૪ કિંમત રૂ. ૬૦,૦૦૦ હજાર તેમજ બે ધાતુના હાર અને થાળ ભેટના ટેબલના ખાનામાં રાખેલ રૂ. ૧ર,૦૦૦ રોકડાની ચોરી થયેલ છે.

આ અંગે સવારે જાણ થતા મંદિરના હરીભકતો ભેગા થઇ ગયેલ અને મંદિરમાં રાખેલ સીસી ટીવી કેમેરામાં કેદ થયેલ બે ચોર છે. તે જોઇ શકાય છે. આ અંગે સેવકો દ્વારા મંદિરમાં થયેલ ચોરી અંગે પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરાય છે.

હળવદ

 હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ એસ. એસ. સંકુલ ગુરૂકુળમાં રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ ગુરૂકુળમાંથી રૂ. ૧.૭૧ લાખની માલમતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં. આ બનાવના સીસી ટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચાર થી પાંચ શખ્સોએ આ ગુરૂકુળમાં ચોરી કરી હોવાનું દેખાઇ છે. આ તસ્કરો ગુરૂકળમાં ચોરી કરતા સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. આ ચોરીના બનાવ અંગે ગુરૂકુળ સંચાલક દ્વારા હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરીયાદ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસોથી ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે જેથી સવાલો ઉઠયા છે. બે દિવસ પહેલા ધોળા દિવસે શહેરની એક બેન્કમાંથી ગઠીયો ગ્રાહકના ખિસ્સામાંથી ૪૦ હજાર રૂપિયા લઇ ગયાનો બનાવ તાજો છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

(11:08 am IST)