Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સોમનાથમાં પ્રાચીન સુર્યમંદિરની અવદશા

રક્ષિત સ્મારક હોવા છતા પુરાતત્વ વિભાગ બેદરકારઃ પરેશ પંડયા

રાજકોટ તા. ર૩ : જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા ગુજરાતમાં આવેલ રક્ષીત સ્મારકોની બીસ્માર હાલત અંગે રાજય સરકારના પુરાતત્વ (યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ)ના મંત્રીની નિસ્ક્રીયતા માટે ખેદ વ્યકત કરતા જણાવે છે કે સોમનાથ મહાદેવ મંદિરથી ૯-૧૦ કિ.મી.દુર પ્રભાસ પાટણના નગરના ટીંબા આવેલ છે. ત્થા હિરણનદીને કિનારે ઇ.સ.૧૩પ૦ માં બંધાયેલ સુંદર શિલ્પ સ્થાપત્ય ધરાવતુ આશરે પપ૦ થી ૬૦૦ વર્ષ  પ્રાચીન સુર્યમંદિર આવેલ છે જે પુરાતત્વ વિભાગનું રક્ષીત સ્મારક છે. અને તેની કોઇજ રક્ષા થતી નથી.

પરેશ પંડયાએ જણાવેલ છે કે કચરાના ઢગલા વચ્ચે બિસ્માર હાલતમાં તુટી પડેલ આ પ્રાચીન શિલ્પ સ્થાપત્ય પોતાની ભાંગી તુટી ઓળખ આપતુ ઉભુ છે. અંદર જતા તુટી પડેલ સુર્યદેવની મૂર્તિ દારૂની બોટલ, કચરો અને મંદીરના તુટેલા પથ્થરોનો ભંગાર હયાત હતા. જે જોઇ ખુબ દુઃખી અનુભયું.

પુરાતત્વ વિભાગ રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ સંભાળે છે. સ્પોર્ટસ મેન ધરાવતો રમતવિર કે કલા સાથે જોડાયેલ લાગણીશલ વ્યકિત અથવા ઇતિહાસ કે પુરાતત્વ પ્રત્યે  પ્રેમ ધરાવતી વ્યકિત પ્રાચીન સંસ્કૃતિનું મહત્વ સમજી શકે પુરાતત્વ વિભાગને સમજી શકે.

એ જાણીને નીરાશા મળશે કે રાજકોટ ખાતે આવેલ પુરાતત્વ વિભાગની કચેરી હેઠળ આ સ્થાપત્ય અને ૧૦ જીલ્લાની આવી જવાબદારી છે. પણ સરકારની આ બાબતે નિસ્ક્રીયતાથી આ સર્કલ કચેરીમાં મહેકમ પ્રમાણે ટેકનીકલ સ્ટાફ સહિત લગભગ બધી જગ્યાઓ ખાલી છે. ફકત એક જુનિયર કલાર્ક પટ્ટાવાળો, ચોકિદાર આ કચેરીની જવાબદારી સંભાળે છે.

રાજય સરકારે પુરાતત્વ વિભાગની કચેરીના મહેકમ પ્રમાણે બધી જગ્યા ભરી સૌરાષ્ટ્રમાં આવેલ ર૧૦ રક્ષીત સ્મારકને બચાવવા, સાચવવા ત્વરીત પગલા લઇ રાજયની  પ્રાચીન સંસ્કૃતિ અંગે સક્રિય થવુ જોઇએ તેમ અંતમાં પરેશ પંડયાએ જણાવેલ છે.(૬.૧૯)

(4:01 pm IST)