Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભાવનગરઃ પોર્ટ ડેકોરેશન ઇવેન્ટ યોજાઇ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહીલા કોલેજ દેવરાજનગર ખાતે ફેશન ડીઝાઇનીંગ વિભાગ દ્વારા અભ્યાસ કરતી સી.એફ.ડી. અને ડી.એફ.ડી. ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓ દ્વારા માટીની પોર્ટ ડેકોરેશન ઇવેન્ટ યોજાયેલ. સંસ્કૃતિની પરંપરામાં અનેક તહેવારો અને ઉત્સવો આવે છે. આ તહેવારો અને ઉત્સવોમાં દરેક રાજયની સંસ્કૃતી અને પરંપરા અનુસાર આપણા ઘરને સુશોભિત કરતા હોઇએ છીએ. આ પરંપરા જીવંત રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના ફેશન ડીઝાઇનીંગના વિભાગ દ્વારા આયોજીત આ પોર્ટ ડેકોરેશન ઇવેન્ટમાં વિદ્યાર્થીનીઓને ડેકોરેશન કરતાં અને સુશોભિત કરતા શિખવાડવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર વિપુલ હિરાણી)

(2:01 pm IST)