Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ઉના મચ્છુન્દ્રી નદી પટમાં ખનીજ ચોરી ઝડપાઇ : રેતી ટ્રેકટર સહિત ૪ લાખનો મુદામાલ

ઉના તા ૨૩ :  આ પંથકમાં ઘણા સમયથી ગુરકાયદેસર ચાલતી પથ્થરની ખાણ અને રેતી ચોરીની ફરીયાદો તથા ઉનાપોલીસ કાળુભાઇ એન. બાકીયાને મળેલ બાતમીના આધારે અંજાર ગામના રસ્તેથી કરબલા જવાના રસ્તે મચ્છુન્દ્રી નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રેતી આશરે એક ટન કિ.રૂા ૫ હજાર ના મુદામાલ સાથે નદીમાંથી રેતી ચોરી સાથે ટ્રેકટર ટ્રોલી નં.જીને-૩૨ ટીસી-૦૦૫૧ કિ. રૂા ૪ લાખ એમ કુલ મુદામાલ કિ.રૂા ૪,૦૫,૦૦૦/- સાથે ડ્રાઇવર રવિભાઇ બાબુભાઇ વાળા, રહે. વાસોજ ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ અંગેની વધુ તપાસ પોલીસ જમાદાર જે.જે. પરમારે હાથ ધરેલ છે. (૩.૪)

(12:00 pm IST)