Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ટાઢોડુઃ નલીયામાં ૬.૮, ગિરનાર ૧૦.ર ડિગ્રી

લઘુતમ તાપમાનનો પારો ગગડયોઃ ગાંધીનગર-૧૧.૦, જામનગર ૧૧.ર, રાજકોટ ૧૧.પ, અમરેલી ૧૩.૭ ડિગ્રી તાપમાન

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર કડકડતી ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે અને લઘુતમ તાપમાનનો પારો પ ડિગ્રીથી નીચે પહોંચી જતા લોકોને શિયાળાનો અનુભવ થવા લાવ્યો છે. અને ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળવું પડે છે. જયારે ઠંડીથી બચવા માટે તાપણાનો પણ સહારો લોકો લઇ રહયા છે.

ઠંડીથી બચવા માટે મોડી રાત્રીના રસ્તાઓ સુમસામ બની જાય છે. અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

આજે નલીયામાં ૬.૮, ગિરનાર પર્વત ૧૦.ર, ગાંધીનગર ૧૧.૦, જામનગર ૧૧.ર, રાજકોટ ૧૧.પ, અમરેલી ૧૩.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જૂનાગઢમાં બર્ફિલું વાતાવરણ

જૂનાગઢમાં આજે સવારથી બર્ફિલું વાતાવરપને લઇ જનજીવનને અસર થઇ હતી.

છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા ફેરફારનાં કારણે લઘુતમ તાપમાનમાં વધારો થયો છે. જેના કારણે એકંદરે ઠંડી ઘટી છે પરંતુ વાતાવરણમાં ભેજ ઘટતા બર્ફિલું વાતાવરણ થઇ ગયું છે.

સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૫.ર ડિગ્રી રહયું હતંુ. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૫૩ ટકા થઇ જતાં ટાઢોડુ છવાય ગયું હતું.

ગિરનાર પર્વત પર આજે ૧૦.ર ડિગ્રી ઠંડી રહી હતી. સવારે ૫.૯ કિ.મીની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકો ઠુઠવાય ગયા હતા.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાનઃ મહતમઃ ૨૪.પ, લઘુતમ : ૧૧.ર, ભેજ : ૭૭ ટકા રહયો છે.(૧.૭)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૧૦.ર ડિગ્રી

અમદાવાદ

૧૨.૬ ડિગ્રી

ડીસા

૧૦.૮ ડિગ્રી

વડોદરા

૧૫.૦ ડિગ્રી

સુરત

૧૬.૬ ડિગ્રી

રાજકોટ

૧૧.પ ડિગ્રી

જામનગર

૧૧.ર ડિગ્રી

ભાવનગર

૧૬.૧ ડિગ્રી

પોરબંદર

૧૨.૩ ડિગ્રી

જૂનાગઢ

૧૫.ર ડિગ્રી

વેરાવળ

૧૬.ર ડિગ્રી

દ્વારકા

૧૬.૭ ડિગ્રી

ઓખા

૧૯.ર ડિગ્રી

ભુજ

૧૧.૮ ડિગ્રી

નલીયા

૬.૮ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૩.૮ ડિગ્રી

ન્યુ કંડલા

૧૧.૮ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૦.૪ ડિગ્રી

અમરેલી

૧૩.૭ ડિગ્રી

ગાંધીનગર

૧૧.૦ ડિગ્રી

મહુવા

૧૩.૧ ડિગ્રી

દિવ

૧૩.૧ ડિગ્રી

વલસાડ

૧૪.૫ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૬.ર ડિગ્રી

(11:50 am IST)