Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભાવનગરમાં ચોરાઉ મોટર સાયકલ સાથે ૨ શખ્સોની ધરપકડ

ભાવનગર તા. ૨૩ : શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલે હાથ ધરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે ભાવનગર, મોખડાજી સર્કલ પાસેથી આરોપી (૧) સંજયભાઇ રામજીભાઇ મકવાણા ઉ.વ.૧૯ રહે.મફતનગર બોરતળાવ, ગણેશ-૨ ની પાછળ ભાવનગર (૨) વનરાજસિંહ નટુભાઇ સીંઘા ઉ.વ.૨૨ રહે. મફતનગર બોરતળાવ, ગણેશ-૨ ની પાછળ ભાવનગર વાળાને એક શંકાસ્પદ મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર મો.સા. નંબર પ્લેટ વગરનુ ચેસીસ નંબર-MBLHA10AMDHF11398 તથા એન્જીન નંબર-HA10EJDHF 19167 કિ.રૂ.૩૦,૦૦૦ સાથે ઝડપી પાડેલ અને મોટર સાયકલ બાબતે મજકુર ઇસમોને પુછતા મોટર સાયકલ પોતે આજથી અઢી વરસ પહેલા નવરાત્રી ઉપર ગધેડીયા ગ્રાઉન્ડમાં આર્ચીસ ગૃપના પાર્કીગમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. મો.સા. બાબતે ખરાઇ કરતા ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે મો.સા. ચોરીના ગુન્હા દાખલ થયેલ છે. જેથી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છેે.

આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. જયદેવસિંહ ગોહીલ તથા મહાવીરસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી જોડાયા હતા.(૨૧.૧૧)

(11:48 am IST)