Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

વેરાવળ સુત્રાપાડા તાલાલા ખાતે યોજીત કાર્યશાળામાં ૫૬૨ બહેનો સહભાગી બન્યા

પ્રભાસ પાટણ તા.૨૩: ગીર-સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ વિકાસ યોજનાનાં સુપરવાઇઝર અને આંગણવાડી કાર્યકરો બહેનો માટે વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા ખાતે એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવેલ.

જેમાં ૫૬૨ બહેનો સહભાગી થવાની સાથે તેઓને ટ્રેનર તથા મહાનુભાવો દ્વારા જે.જે. અકેટ ૨૦૧૫ પોકસો એકટ ૨૦૧૨, બાળ લગ્ન અટકાવવા , બાળ મજુરી અટકાવવા, બાળ તસ્કરી અટકાવવા, બાળ અધિકાર બાળકોને અપાવવો. સંકલન બાળ સુરક્ષા યોજનાકીય અને સમાજ સુરક્ષાની કચેરીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવેલ હતી ઉપરાંત બાળ સુરક્ષા સમિીત ફરજ, ભુમિકા, ફાયદા અને સંપર્કમાં આવતા બાળકો વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

વેરાવળ ઘટક-૧ માંથી ૧૪૨, વેરાવળ ઘટક-ર માંથી ૧૫૧, સુત્રાપાડા ખાતે ૧૩૭ અને તાલાલા ખાતે ૧૩૨ બહેનો એક દિવસીય કાર્યશાળામાં સહભાગી થઇ હતી આ પ્રસંગે કલેકટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી, ધર્મેન્દ્રસિંહ રહેવર, સમાજ સુરક્ષા અધિકારી એચ.આર. મોર્ય જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકા પરમાર તેમજ મોટી સંખ્યામાં બહેનો સહભાગી થઇ હતી.(૧.૨)

(9:27 am IST)