Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સોમનાથથી સામાજિક ચેતના જાગૃતિ યાત્રા

 પ્રભાસ પાટણઃ જેમાં સર્વે જ્ઞાતિજનોએ સવારે સોમનાથ મહાદેવની મંગળા આરતી કરી સોમનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કર્યા બાદ માં ઉમિયાનાં રથનું પ્રસ્થાન કરાયું રથ સોમનાથ હિરણ નદીને કાંઠે નિર્માણાધીન. શ્રીમતી લાભુબેન ડાયાભાઇ ઉકાણી ઉમા અતિથીગૃહ ખાતે ધર્મસભા યોજાય જેમાં સર્વાનુંમતે નક્કી કરાયું કે પટેલ દાનવીર આગેવાનોનાં દાનની ૧૨૫ કરોડનાં ભંડોળની સમૃદ્ધ યોજનાં બનાવી અને સમાજના વિકાસ માટે શૈક્ષણિક, સામાજીક તેમજ સ્કીલ ડેવલોપમેન્ટ, આઇ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર તેમજ રાજકોટ આવતા દર્દીઓને રહેવા -ઉતરવા માટે વીના મુલ્યે ઉમા ભવન રાજકોટનાં કાલાવડ રોડ ઉપર શૈક્ષણિક સંકુલ બનાવવા નિર્ધાર કરાયો તેમજ જ્ઞાતિ માંથી વ્યસન મુકિત માટે સંકલ્પ બનાવવા નિર્ધાર કરાયો. આ રથ ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લા ૧૪૨ જેટલા ગામોમાં ૫૦ દિવસ પરીભ્રમણ કરી ૮ માર્ચ ગાંઠીલા મંદિર પહોંચશે જયામાં ઉમીયાનાં જયઘોસ સાથે રથની પૂજાવિધિ સમાપન કરવામાં આવશે.યાત્રાનો પ્રારંભ થયો તે તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(9:26 am IST)