Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દેવભૂમિ દ્વારકામાં ઉમિયાજી મંદિર સિદસર દ્વારા નવનિર્મિત અતિથિગૃહનું શનિવારે લોકાર્પણ

પૂર્વ દિને જય વસાવડાનું વકતવ્ય અને દેવરાજ ગઢવીના લોકડાયરાનું આયોજન

રાજકોટ તા. ૨૩ : દેવભૂમી ખાતે આવનાર હજારો પાટીદાર દર્શનાર્થીઓને ઉતમ ઉતારાની વ્યવસ્થા મળી રહે તે હેતુસર ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા યાત્રાધામ દ્રારકા ખાતે ભવ્ય અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનો લોકાર્પણ સમારોહ આગામી તા. ર૭ ને શનિવારે દ્વારકા ખાતે યોજાનાર છે.

યાત્રાધામ દ્વારીકામાં દર્શનાર્થે પધારતા કડવા પાટીદાર સમાજના યાત્રીકોને સમાજના જ અતિથિગૃહની સુવિધા મળી રહે તેવું વિચારબીજ વડીલો દ્વારા વર્ષોથી વાવેલ હતું. હાલ વિચારબીજ અંકુરીત થયુ અને દ્રારીકા ખાતે પટેલ સમાજ રોડ, ટી.વી. સ્ટેશનની ૩ર,૦૦૦ ચો. ફુટ માં અતિ સુવિધાસભર અતિથિગુહનું નિર્માણ પુર્ણ થયું  આ અતિથિગુહમાં એ.સી. રૂમ, સ્યુટ રૂમ, ડોરમેટરી, મ૯ટીપરપઝ હોલ, ડાયનીંગ હોલ, કિચન, પાર્કીગ, લીફટ, જનરેટર વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

ર૭મીના યોજાનાર શ્રીમતી લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિગૃહના લોકાર્પણ સમારોહમાં સમારોહ અઘ્યક્ષ તરીકે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે તેમજ આંણદબાવા આશ્રમ જામનગરના મહંતશ્રી પુજય દેવપ્રસાદજી મહારાજ પોતાના આર્શીવચન પાઠવશે.

આ લોકાર્પણ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉમિયા મતાજી મંદિર ઉઝાના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના પ્રમુખ વાલજીભાઈ ફળદુ, ઉંઝા મંદિરના મંત્રી દિલીપભાઈ પટેલ, ટ્રસ્ટી મણીભાઈ પટેલ(મમ્મી) ઉપસ્થિત રહેશે.

દ્વારકા ખાતે આ અતિથિગુહનું લોકાર્પણ મુખ્ય દાતા ઉકાણી પરિવાર (બાન લેબ) ના શ્રીમતી લાભુબેન તથા ડાયભાઈ કાનજીભાઈ ઉકાણીના હસ્તે કરવામાં આવશે.  આ લોકાર્પણ પ્રસંગે અતિથિગૃહના નિર્માણમાં જેઓનો આર્થીક સહયોગ પ્રાપ્ત થયો છે તેવા પાટીદાર મહાપદમ્ પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા, હરીશભાઈ રાધવજીભાઈ ભાલોડીયા, નટુભાઈ ડાયભાઈ ઉકાણી, પરસોતમભાઈ જીવરાજભાઈ વરમોરા, જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા, રાજેશભાઈ રાધવજીભાઈ ભાલોડીયા, મૌલેશભાઈ ડાયભાઈ ઉકાણી, અરવિંદભાઈ છગનભાઈ કણસાગરા, ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા, ધનજીભાઈ આણંદજીભાઈ પટેલ, જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી તેમજ કાંતીભાઈ પટેલ (રામ) તથા ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી મંડળ વિવિધ શ્રેણીના દાતાશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. પૂર્વ દિને જય વસાવડાનું વકતવ્ય અને દેવરાજ ગઢવીનો લોકડાયરો યોજેલ છે. લોકાર્પણ સમારોહમાં બહારગામથી પધારેલા મહેમાનો માટે રહેવા જમવાની સુવિધા કરવામાં આવેલ છે. આ અતિથિ ગુહના નિર્માણ અર્થે બાંધકામ સમિતિના દિલીપભાઈ ધરસંડીયા, સમીરભાઈ ભેંસદડીયા, રમેશભાઈ રાણીપા તથા પરેશભાઈ હાંસલીયા જહેમત ઉઠાવી રહયા છે. આ સમારોહ અંગે વધુ વિગતો માટે પરેશભાઈ હાંસલીયા ૯૪ર૬૯ ૩પ૬૪૪ તેમજ કૌશીકભાઈ રાબડીયા ૯૭ર૭૭ પ૧ર૪રનો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(3:53 pm IST)