Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જી. બી. એસ. વાયરસનો તરખાટ સુરેન્દ્રનગરમાં રોગચાળો ૧ માસમાં ત્રણને ભરખી ગ્યો

બે દિવસ પહેલા જ ન્યુમોનિયાથી એક યુવતી-પુરૂષનાં મોત બાદ યુવાન આ રોગનો શિકાર બન્યોઃ હજુ બે વિદ્યાર્થીઓ સારવારમાં

સુરેન્દ્રનગરમાં રોગચાળાને કારણે મોતને શરણ થયેલા મૃતકોની ફાઇલ તસ્વીર.

 

વઢવાણ તા. ર૩ :.. સુરેન્દ્રનગર શહેરમાં જીબીએસનો રોગચાળો વકરવા લાગ્યો છે. ત્યારે એક જ માસમાં સુરેન્દ્રનગર શહેરમાં આ જી.બી.એસ.ના રોગમાં ત્રણ વ્યકતીઓ શિકાર બન્યા છે. ત્યારે બે જ દિવસ પહેલા ન્યુમોનીયામાં એક યુવતી અને એક પુરૂષ સહિત બે ના મોત નિપજયા છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વચલી ફાટક પાસેના વિસ્તારમાં રહેતા એક યુવકને પણ જી. બી. એસ. ના રોગનો શિકાર બન્યા બાદ અમદાવાદ ખાતે સીવીલ હોસ્પીટલમાં સારવાર દરમિયાનમાં દમ તોડતા સુરેન્દ્રનગર શહેરના   ટૂંક સમય ગાળામાં ત્રણના મોત થી ચકચાર મચી ગઇ  છે.

દરમિયાન સુરેન્દ્રનગર જી. બી. એસ. ના વાયરસ અને હાલમાં પણ અમદાવાદ સીવીલમાં સુરેન્દ્રનગરના બે વિદ્યાર્થીઓ પણ સારવાર મેળવી રહ્ના છે. ત્યારે જીબીએસ નો આ રોગચાળો વકરતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

શહેરના જારાવનગર ખારા કુવા વિસ્તારમાં પ્રથમ આ જી.બી.એસ. રોગનો શિકાર ૧૩ વર્ષનો બાળક ધો. ૯ માં અભ્યાસ  કરતો હિમાંશુ આ પ્રથમ જી.બી.એસ. ના રોગનો શિકાર બની પ્રથમ મોતને ભેટયો હતો.

ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં રહેતો કોલેજીયન  યુવાન જીબીએસના રોગનો શિકાર બન્યો હતો. અને આ વાદીપરા  વિસ્તારમાં રહેતા કોલેજીયન યુવાન કેવીન જાદવ ઉ.ર૩ નું અમદાવાદ સીવીલમાં સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું.

આ જીબીએસનો જે રોગચાળો વકર્યો છે. રોગચાળો ખાસ કરીને  વિદેશ વસતા લોકોમાં વધુ પ્રમાણમાં આ રોગ વકરેલો હોવાનું અને આ જીબીએસના વાયરસમાં ટૂકી જ સારવારમાં લોકોના મોત થતા હોવાનું હાલમાં મેડીકલ, સાયન્સના ડોકટર જણાવી રહ્ના છે.

આમ સુરેન્દ્રનગરમાં હાલ જીબીએસ ના રોગનો ભોગ ત્રણ વ્યકતીઓ બન્યા છે. જયારે બે હાલ પણ સારવાર મેળવી રહ્ના છે.

ત્યારે જી.બી.એસ. વાયરસનો ભોગ બનનાર ત્રીજા મૃતકની જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરમાં વચલી ફાટક બહાર આવેલ જનતા આઇસ ફેકટરી વિસ્તારમાં રહેતા શંકરલાલ અર્જનભાઇ ચૌહાણ ઉ.વ.રર વર્ષનો યુવાન જી.બી.એસ. વાયરસના શંકાસ્પદ લક્ષ્ણો જણાતા સુરેન્દ્રનગર સારવાર બાદ અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં શંકરલાલ ચૌહાણને સારવાર કારગત ન નિવડતા આખરે શંકરલાલ ચૌહાણ રર વર્ષની યુવા વસ્થામાં તેણે પણ જી.બી.એસ. વાયરસ ભરખી ગયો હતો.

ન્યુમોનિયાથી  ર મોત

સુરેન્દ્રનગર શહેરમાં ધીરેધીરે રોગચાળો વકરવા લાગ્યો છે ત્યારે હજુ સપ્તાહ પહેલા જ જી.બી.એસ.ના રોગમાં કોલેજીયન યુવાન અને એક બાળકનું મોત નિપજયુ઼ છે. ત્યારે વળી સુરેન્દ્રનગર-વઢવાણમાં મોતિયાના રોગમાં એક વઢવાણમાં અને એક સુરેન્દ્રનગરમાં મળી બે ના મોત નિપજવાની ઘટના બનવા પામેલ છે.

વઢવાણના ધોળીપોળ વિસ્તારમાં ત્રણ સંતાનના પિતા શરદી ઉઘરસના વાયરસથી તેમને શરદી ઉધરસ થયેલ અને સાવરાર અને રિપોર્ટ દરમિયાનમાં ન્યુમોનિયાના રોગનો શિકાર બન્યા હોવાનું પુરવાર થવા પામેલ હતું.

ત્યારે વઢવાણના ધોળીપોળ વિસ્તારમાં રહેતા રમેશને સારવાર માટે સુરેન્દ્રનગર લવાય બાદમાં સારવાર દરમ્યાનમાં રમેશભાઇનું ન્યુમોનિયામા મોત નિપજેલ હોવાનું ખુલવા પામેલ હતું.

જયારે બીજા બનાવમાં સુરેન્દ્રનગર નવા જંકશન રોડ ઉપર જનરલ સ્ટોર્સ ચલાવતા નિખિલભાઇ ગાયત્રી, સોસાયટીમાં રહે છે. નિખિલભાઇના પત્ની પ્રિતિબેન, ઉતરાયણ બાદમાં તાવ-શરદીમાં સપડાયા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર દવાખાને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ તબિયત લથડતા તેમને અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાનમાં આવ્યા હતા જયાં પ્રિતિબેન ન્યુમોનિયા હોવાનું ખુલવા પામેલ હતુ ત્યાર બાદ ન્યુમોનિયાની સારવા -અમદાવાદ આપવામાં આવી રહી હતી ત્યારે બે દિવસના સારવાર બાદ અમદાવાદ સારવાર દરમિયાન પ્રિતિબેનનું મોત નિપજવાની ઘટના બનવા પામેલ હતી.

(1:51 pm IST)