Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

બાબરાના કોટડા પીઠામાં પિતાએ બે દિવસ પછી વતન જવાનું કહેતાં દિકરીનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૨૩: બાબારના કોટડા પીઠા ગામે પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની નુરબાઇ ઠાકુરભાઇ દેદીતીયા (ઉ.૧૭) નામની ભીલ યુવતિએ ગઇકાલે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

નુરબાઇ બે બહેન અને એક ભાઇમાં નાની હતી. તેણીને વતનમાં આંટો મારવા જવું હતું પણ પિતા ઠાકુરભાઇએ બે દિવસ પછી જવાનું કહેતાં માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બાબરા પોલીસ વધુ તપાસ કરે છે.

(11:36 am IST)