Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દલડી - લાખામાં પીટીએમ મશીન ટ્રેક ઉપરથી ઉતરી ગયુ

મુંબઈથી આવતી અને રાજકોટથી મુંબઈ (વચ્ચે અમદાવાદ) જતી ટ્રેનોનો સમય વ્યવહાર ખોરવાયો

રાજકોટ : દલડી - લાખામાં ટ્રેન મેઈન્ટેનેન્સનું કામ ચાલતુ હોય તેના માટે ઉપયોગમાં લેવાતું પીટીએમ મશીન આજે વ્હેલી સવારે પાટા ઉપરથી ઉતરી ગયુ હતું. જેના પરિણામ સ્વરૂપે મુંબઈ - અમદાવાદ - રાજકોટ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો : મુંબઈથી આવતી સૌરાષ્ટ્ર મેઈલને દોઢ કલાક સુરેન્દ્રનગર રોકી દેવામાં આવેલ : આ ઉપરાંત મુંબઈથી આવતી અને રાજકોટથી મુંબઈ (વચ્ચે અમદાવાદ) જતી ટ્રેનોનો સમય વ્યવહાર ખોરવાયો હતો : ટ્રેક મેન્ટેનેન્સનું કામ ચાલતુ હોય પીટીએમ મશીન ઉતરી જતાં રેલ્વે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ફરી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને સવારે ૮:૫૫ કલાકે રેલ વ્યવહાર ફરીથી પૂર્વરત કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

(11:34 am IST)