Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ધારીના જીરા ગામની સીમમાં બનાવટી ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી તા. ૨૩ : ગઇ કાલે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.પી.પટેલ ને બાતમીરાહે હકિકત મળેલ કે, ધારી તાલુકાના જીરા ગામનો રહેવાસી અનિરૂધ્ધભાઇ અમકુભાઇ વાળા જીરા ગામની આથમણી સીમમાં આવેલ પોતાની વાડીએ હરિયાણા બનાવટનો ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવી વેચે છે તેથી રેઇડ કરતાં જીરા ગામની રાણાળો તરીકે ઓળખાતી આથમણી સીમમાં બાતમી વાળી જગ્યાએ અનિરૂધ્ધભાઇ અમકુભાઇ વાળાની વાડીએથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂની ફેકટરી મળી આવેલ હતી.

જેમાં હરિયાણા બનાવટની રોયલ સ્ટેગ કલાસિક વ્હિસ્કી લખેલ ડુપ્લીકેટ દારૂ ભરેલ બોટલ નંગ-૧૩૮૦, કિં.રૂ.૪,૧૪,૦૦૦ તથા દારૂની બોટલો ભરવા માટેના ખાલી ખોખાં, રોયલ સ્ટેગ કલાસિક વ્હિસ્કીના સ્ટીકર, બોટલ ઉપર મારવાના પ્લાસ્ટીકના ઢાંકણા, ઢાંકણા ઉપર મારવાના સીલના સ્ટીકર, મીનરલ વોટરની બોટલો, વ્હિસ્કી ભરવા માટેની ખાલી બોટલો, તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.૪,૧૫,૨૦૦નો પ્રોહી મુદ્દામાલ મળી આવતાં તમામ મુદ્દામાલ કબજે કરેલ છે. અને વાડી માલિક અનિરૂધ્ધભાઇ હસ્તગત કરવા ચક્રો ગતિમાન કરેલ છે. આરોપી પકડાયા પછી અહીં કેટલા સમયથી ડુપ્લીકેટ દારૂ બનાવવામાં આવતો હતો અને કોને કોને સપ્લાય કરવામાં આવતો હતો તેની વિગતો ઉપરથી પરદો ઉંચકાશે.

આ કામગીરી એલ.સી.બી. સ્ટાફના અબ્દુલભાઇ સમા, પ્રફુલ્લભાઇ જાની, સંજયભાઇ પદમાણી, ધર્મેન્દ્રરાવ પવાર, બાબુભાઇ ડેર, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, જાવેદભાઇ ચૌહાણ, ઉમેદભાઇ મહેતા, સુરેશભાઇ ખુમાણ, રાણાભાઇ વરૂ, ભાવેશભાઇ બોરીસાગર, કિશનભાઇ હાડગરડા, મધુભાઇ પોપટ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, મુયરભાઇ માંગરોળીયા, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ. એ કરેલ છે.

(11:32 am IST)