Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

૨૫મીએ ભુજ ખાતે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્ગદર્શન માટે સેમિનાર-કમ-ઓરીએન્ટેશન કાર્યક્રમ

ભુજ તા. ૨૩ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ તથા મોડેલ કેરિયર સેન્ટર, ભુજ દ્વારા આયોજિત કચ્છ જિલ્લાના સરકારી નોકરીવાચ્છુક ઉમેદવારો માટે સંરક્ષણ દળની વિવિધ પાંખમાં ભરતી તથા કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે તે માટે એક માર્ગદર્શન સેમિનાર-કમ-ઓરીએન્ટેશન કાર્યક્રમ તા.૨૫મી ૧૮ના ડો. આંબેડકર હોલ, રાજકોટ નાગરિક સહકારી બેંકની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ ખાતે આયોજન કરાયું છે.

કચ્છ જિલ્લાના સરકારી નોકરીવાચ્છુક ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે.

(11:31 am IST)