Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દ્વારકામાં રઘુવંશી સમાજની સ્કુટર રેલી સમુહભોજન

 દ્વારકા શહેરમાં રઘુવંશી સમાજ આયોજીત વીર દાદા જશરાજની પૂણ્યતિથિ નિમિત્તે રાજમાર્ગો પર યુવાનોની સ્કુટર રેલી યોજવામાં આવી હતી. કનુભાઇ હિંડોચા, ઇશ્વરભાઇ ઝાપરીયા, પરેશ ઝાપરીયા, રવિ બારોટ વિગેરેએ યુવાનોનું સન્માન કર્યુ હતું. રેલીમાં યુવાનોએ રઘુવંશી એકતાને સંદેશ જ્ઞાતિજનોએ આપ્યા હતો.બાદમાં દ્વારકા લોહાણા મહાજન વાડી ખાતે યજમાન અમુભાઇ રાયઠઠ્ઠાના યજમાન પદે સમુહ ભોજનનું પણ આયોજન થયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા એક દાયકામાં અમુભાઇ એ દ્વારકામાં છઠ્ઠી વખત સમુહભોજનના યજમાન બન્યા છે. (તસ્વીર : અહેવાલ વિનુભાઇ સામાણી)

(11:22 am IST)