Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની જમીનમાં મુળી ગામમાં કોમ્પલેક્ષ મુદ્દે કોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી

વઢવાણ તા. ૨૨ :મુળીમાં ગ્રામ પંચાયતની જમીનમાં બનાવોલ કોમ્પલેક્ષમાં ભ્રષ્ટાચારની તપાસ માટે તંત્રની બોડીએ કમિટિ બનાવી હતી. જેમાં મામલો હજુ શાંત થવાનું નામ લેતો નથી. આ ઠરાવ રદ્દ કરવાની માંગ સાથે ભાજપે ગાંધીનગર અપીલ કરી હતી.

જેમાં પ્રમુખ સહિત ૨૯ શખ્સોને ગાંધીનગર બોલાવ્યા હતા. આથી પ્રમુખ મોહનભાઇ ખામટ સહિતના કોંગ્રેસના નેતાઓ વિકાસ કમિશ્નરની કચેરીએ ગયા હતા. વિકાસ કમિશ્નર હાજર હોય નહી સુનાવણી થઇ શકી ન હતી.

પરિણામે આ કેસની સુનાવણી માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે. આ બાબતે પ્રમુખ ચેતનભાઇએ જણાવ્યું કે, મારો ઠરાવ ખોટો હોય તો રદ્દ કરવાનો આદેશ આપી દો. આ પછી એક મુદ્દત પાડીને કેસને ખોટો ડોળાવવે છે. ઠરાવ રદ્દ કરવાનો આદેશ થશે તો અમે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું.

(12:43 pm IST)