Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

મોરબીના ચકચારી વૃધ્ધની હત્યાના કેસમાં બે આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૨૨:મોરબીના ચકચારી ખુન કેઇસમા આરોપીઓની જામીન અરજીને ધારાશાસ્ત્રી મનિષ ખખ્ખરની દલીદ ગ્રાહ્ય રાખીને કોર્ટે મંજુર કરી હતી.

અત્રે મોરબી શનાળા રોડ સ્વામીરાયણમંદિર વાળી શેરી ઉમીયા હાલ સામે નારાયણી રેસીડેન્સ બ્લોક નં.૪૦૧, લાતીબીટ મોરબીમાં રહેતા સુરેશભાઇ મુળજીભાઇ પુજારા ઉ.વ.૬૦ વાળા કે જેઓ એકલા રહેતા હોય તેઓના ફલેટમાં નીચે ચોકીદાર તરીકે કામ કરતા આ કામના આરોપી નં.૧ ચંદ્રબહાદુર મોતીરામ બિસ્ટ તેમના સગા-મીત્રોને બોલાવી સાથે રાખી પૂર્વ આયોજીત કાવતરૂઘડી ફલેટમાં ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરી સુરેશભાઇને હાથ તથા પગે કપડાઓથી બાંધી મોઢાના ભાગે કપડાનો ડુચો દઇ તેમના ઘરમાં રાખેલા રૂ.૬૦,૦૦૦ની લુંટ કરીને મારી નાખી આરોપીઓ નાસી ગયેલા તે મતલબની ફરીયાદ તેમના પુત્ર નિલેશ સુરેશભાઇ પુજારા રહે.રવાપરા રોડ, એવન્યુપાર્ક મોરબીવાળાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ.

આ ફરીયાદના અનુસંધાને પોલીસે આરોપી ૧. રમેશ રાવલને મુળવતન સાલેખાની લમકીનગર જી.કૈલાલી ઘનગડી પોલીસ થાણું મોતીપુરા નેપાળ તથા ૨. સંગમ ઉર્ફે સુરેશ બાલારામ ભંડારી, કૈલાલી ટીકાપુર બોર્ડ, જી.કૈલાલી પોલીસ થાના-ટીકાપુર નેપાળ વાળાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને ત્યારબાદ આરોપીઓ વિરૂધ્ધ પુરતો પુરાવો મળી આવતા તેમની સામે ખુન તથા લુંટના ગુન્હા સબબ ચાર્જસીટ અદાલતમાં દાખલ કરેલ જેથી બંન્ને આરોપીઓએ આ ગુન્હામાં જામીન ઉપર છુટવા માટે તેમના એડવોકેટ શ્રી મનિષ ખખ્ખર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

જામીન અરજીમાં આરોપીના વકીલ શ્રી મનિષ ખખ્ખરે એવી રજુઆત કરેલ કે હાલના બન્ને આરોપી છેલ્લા ઘણા સમયથી તે ફલેટમાં રોકાયેલ હતા તેમના સગાની ઘરવાળી સુરેશભાઇના ફલેટમાં ઘણા વર્ષોથી કામકાજ કરતી હતી બનાવ બન્યા બાદ બે દીવસ પછી ફલેટમાં તાળુ ખોલીને જોતા બનાવની માહીતી મળેલી હમક ખુન કેઇસકમ બોઇ દાર્શનીક સાહેદ પુરાવો નથી માત્ર સાંયોગીક પુરાવા ઉપરનો આ કેઇસ છે. હાલના આરોપીઓ માત્ર નેપાળી છે. તેવા કારણસર જામીન ન અપાય તેવુ નથી તેઓ ઘણા સમયથી ભારત માંજ રહે છે અને જુદી-જુદી જગ્યાએ નોકરી કરતા હોય છે આ સંજોગોમાં હાલના બન્ને આરોપીને જામીન ઉપર મુકત કરવા દલીલો કરેલ.

બંને પક્ષોની દલીલો સાંભળી મોરબીના સેસન્સ જજશ્રીએ બંન્ને આરોપીઓને જામીન મંજુર કરી બન્ને આરોપીઓને જામીન ઉપર મુકત કરેલ છે

આ કામમાં બન્ને આરોપીઓ વતી વકીલ તરીકે રાજકોટના એડવોકેટ શ્રી મનિષ એચ.ખખ્ખર, ભરતભાઇ હીરાણી, તથા દીવ્યેશભાઇ મહેતા રોકાયેલ હતા.

(11:34 am IST)