Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જસદણ સરકારી હોસ્પિટલમાં મહિલાનું ઓપરેશન કરી ચાર કિલોની ગાઠ કાઢી

ડો.પાર્થ દલસાણીયા અને ડો.રામાણીની સફળ કામગીરી

જસદણ તા.૨૨:જસદણ સરકારી હોસ્પિટલના ડોકટરે માનવતાવાદી અભિગમ અપનાવી ગ્રામ્ય મહિલાનું ઓપરેશન કરી ચાર કિલોની ગાંઠ કાઢી હતી.

ભડલી ગામે રહેતા આશાબેન વિનુભાઇ વસાણી (ઉ.વ.૧૭)ને પેટમાં દુઃખાવો થતા જસદણ સરકારી હોસ્પિટલમાં ડો.પાર્થ દલસાણીયાએ વિવિધ રીપોર્ટ અને નિદાન કર્યા બાદ તેણીના પેટમાં ગર્ભાશયની બાજુમાં અંડાશયની ગાંઠ હોવાનું જણાવ્યું હતું.

તાજેતરમાં જસદણ સરકારી હોસ્પિટલમાં આશાબેન વિનુભાઇ વસાણીનું જસદણ ખાનગી હોસ્પિટલના સર્જન ડો. દિપક રામાણીની મદદથી સીવીલ હોસ્પિટલ ખાતે જસદણ સીવીલના ગાયનેક ડો.પાર્થ દલસાણીયાએ સફળ ઓપરેશન કરીને અંદાજે ચાર કિલોની ગાંઠ તેણીના શરીરમાંથી બહાર કાઢી હતી. તબીબોના જણાવ્યા મુજબ અંદાજે એક લાખ પુખ્તવયની મહિલાઓ પૈકી એકમાં આ પ્રકારની ગાંઠ થતી હોય છે. ડો.પાર્થ દલસાણીયાના જણાવ્યા મુજબ આશાબેન વાસાણીનું સફળ ઓપરેશન થયુ છે અને તેઓ સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી છે. ડો.દલસાણીયાના આ કાર્યની સર્વત્ર પ્રસંશા થઇ રહી છે.

(11:29 am IST)