Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

વિધાનસભાની ચૂંટણી બાદ કોડીનાર કન્યા શાળાની બાળાઓએ સખી બુથ રચી મતદાન કર્યુ...

તસ્વીરમાં G.S.ની ચૂંટણી લડતા ઉમેદવાર બાળાઓની સાથે શાળાના શિક્ષીકા બહેનો તથા C.R.ની ચૂંટણી લડતા ઉમેદવાર બાળાઓની સાથે શિક્ષક ભાઇઓ નજરે પડે છે અન્ય તસ્વીરમાં બાળાઓ લાઇનમાં મતદાન કરવા જઇ રહી છે જયારે મતદાન પૂર્ણ થયા બાદ સુરક્ષાકર્મીઓ સાથે મત પેટી સુરક્ષિત જગ્યાએ લઇ જવાય છે.

કોડીનાર તા.૨૨:ભારતમાં લોકશાહી, ચુંટણી પ્રક્રિયા થઈ કઇ રીતે ચાલે છે તે અંગેનો પ્રોજેકટ કોડીનાર કન્યા શાળાના શિક્ષક ભાઇ બહેનોના માર્ગદર્શન થી ધો.૫ થી ૮ની બાળાઓએ સુંદર રીતે તૈયાર કર્યો. આ શાળામાં G.S.(જનરલ સેક્રેટરી) તથા C.R. (કલાસ રીપરેઝન્ટેટીવ) ની ચુંટણી કરવામાં આવે જેમાં G.S. માટે ધો.૮ થી ૩ બાળાઓ અને C.R. માટે ધો.૭ ની ૪ બાળાઓએ ઉમેદવારી કરી ચૂંટણીપંચ દ્વારા આ વર્ષે વિદ્યાનસભાની ચુંટણીમાં દરેક તાલુકાએ એક ''સખી'' મતદાન મથક ઉભું કરવામાં આવેલ જેમાં પઠ્ઠાવાળાથી લઇ ને પ્રિસાઇડીંગ સુધીની સમ્પૂર્ણ જવાબદારી બહેનોને સોપવામાં આવેલ કન્યા શાળાની ચુંટણીમાં તો આ બધું ઉપરાંત ઉમેદવારો તથા ૩૫૮ મતદારો પણ બહેનો જ હતા.

આ ચુંટણી પ્રોજેકટથી બાળાઓને ચુંટણી પ્રક્રિયા અને મતદાન કરવાની રીત સમ્પૂર્ણ પણે સમજમાં આવી.

એક બાળાએ બબ્બે મત આપ્યા પહેલો મત G.S. તથા બીજો મત G.S.ને આપ્યો આમ ઘણીવાર ગ્રામ્ય કક્ષાએ સભ્ય તથા સરપંચને મળી બે મત આપવા ના થતા હોય છે. તથા વિધાનસભા અને લોકસભાની ચુંટણી પણ જો સાથે હોય તો બે મત કઇ રીતે આપવા તે પણ બાળાઓને શીખવા મળ્યું.

બીજા દિવસે બન્ને વિભાગની મતગણતરી કરતા G.S. વિભાગમાંથી કૃતિબેન ડોડીયાને ૧૧૯ મત, હર્ષિદાબેન વાળાને ૪૮ મત જયારે પુષ્પાબેન ચારણીયાને ૧૮૯ મત મળતા ૭૦ મતે વિજેતા જાહેર કરવામાં આવેલ C.R. વિભાગમાંથી ખુશ્બુબેન ખોખરને ૭૯ મત, મુશ્કાનબેન જેઠવાને ૬૪ મત, મનાલીબેન મેરને ૩૫ મત જયારે રોશનીબેન વાળાને ૧૭૭ મત મળતા તેને ૯૮ મતથી વિજેતા જાહેર કરવામાં આવેલ બન્ને વિભાગમાં અનુક્રમે ૩ અને ૨ મત રદ થયેલ જાહેર કરવામાં આવ્યા હતા.

(11:27 am IST)