Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જુનાગઢ જિલ્લામાં સંચારી રોગ અટકાયતી પગલા માટે સમીક્ષા બેઠક યોજાઇ

જૂનાગઢ તા. ૨૨ : જૂનાગઢ જિલ્લા સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ અને સંકલન સમીતિની બેઠક તથા આઇ.ડી.એસ.પી. અન્વયે ઇનટર ડીપાર્ટમેન્ટલ કમીટીની મીટીંગ કલેકટર કચેરી સભાખંડમાં નિવાસી અધિક કલેકટર પી.વી.અંતાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

જિલ્લામાં સ્વાઈન ફલુ, ચીકનગુનિયા, મેલેરીયા જેવા સંચારી રોગનાં અટકાયતી પગલા, ઉપલબ્ધ ઐાષધીઓ/દવાઓ, રોગ સામે લેવાનાર પગલા, લોકજાગૃતિની કામગીરી સંદર્ભે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા મેલેરીયા અધિકારી હરસુખભાઇ રાદડીયાએ સંચારી રોગનાં અટકાયતી પગલા વીશે લેવામાં આવેલ અને આવનાર દિવસોમાં હાથ ધરનાર કામગીરી વેશે જાણકારી આપવામાં આવી હતી.

બેઠકમાં સિવીલી હોસ્પીટલનાં તબીબ, જિલ્લાની તમામ નગરપાલીકાનાં ચિફઓફીસરશ્રી અને સંચારી રોગ અટકાયતી અભીયાન સાથે સંકળાયેલ વરિષ્ઠ અધિકારીઓ, માહીતી વિભાગનાં અશ્વિન પટેલ સહિત સમિતીનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ડિસ્ટ્રીકટ ટોબેકો સ્ટીયરીંગ સમિતિની સમીક્ષા બેઠક

તંબાકુ નિયંત્રણ ધારો ૧૮મી મે ૨૦૦૩ના રોજ પસાર થતાં તેનો અમલ રજી ઓકટોબર ૨૦૦૮ થી સમગ્ર રાજયની સાથે જૂનાગઢ જિલ્લામાં થઇ રહ્યો છે. શાળા-મહાશાળા અને ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટ આસપાસ તંબાકુનાં વેચાણ ના થાય, શાળાએ જતા બાળકો તંબાકુની અસર તળે ના આવે તે માટે ડીસ્ટ્રીકટ ટોબેકો સ્ટીયરીંગ કમીટીની સમીક્ષા બેઠક નિવાસી અધિક કલેકટરશ્રી પી.અંતાણીના વડપણ તળે યોજાઇ હતી.

જિલ્લામાં ટોબેકો કંટ્રોલ એકટની અમલવારી અંગે વિભાગ વાઇઝ થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સિવીલી હોસ્પીટલનાં તબીબ, માહીતી વિભાગનાં અશ્વિન પટેલ, જિલ્લાની તમામ નગરપાલીકાનાં ચિફઓફીસરશ્રી અને ડીસ્ટ્રીકટ ટોબેકો સ્ટીયરીંગ સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(9:00 am IST)