Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં એફએસએલનો પ્રાથમિક રીપોર્ટ રજુ કરાયો, રીપોર્ટમાં ગંભીર બેદરકારીના ખુલાસા.

ઝૂલતો પુલના બોલ્ટ અને કેબલ કટાયેલા હોવાનો રીપોર્ટમાં ખુલાસો.

મોરબીના ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનાના કેસમાં ઝડપાયેલા તમામ નવ આરોપીઓએ કરેલી જામીન અરજીનું હિયરીંગ થઇ ગયું છે અને બુધવારે જામીન આપવા કે નહિ તે અંગે કોર્ટ હુકમ સંભળાવશે તો કોર્ટમાં આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી સમયે એફએસએલ ટીમનો પ્રાથમિક રીપોર્ટ કોર્ટમાં રજુ કરાયો હતો જેમાં મોટી બેદરકારીઓનો ખુલાસો થવા પામ્યો છે

મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે આરોપીઓના જામીન અરજીની સુનાવણી દરમિયાન એફએસએલનો પ્રાથમિક રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે જેમાં ઓરેવા ગ્રુપે જેને મેન્ટેનન્સ અને સિક્યુરીટી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેને તા. ૩૦ ઓક્ટોબર દુર્ઘટનાના દિવસે ૩૧૬૫ ટીકીટ ઇસ્યુ કરવામાં આવી હતી આટલા બધા લોકો પુલ પર જશે તો શું થશે તેનો વિચાર ટીકીટ આપનારે કર્યો ના હતો પુલ પર ટીકીટ માટે બે કાઉન્ટર કાર્યરત હતા અને બંને લોકોએ એકબીજા કાઉન્ટર પરથી કેટલી ટીકીટ આપવામાં આવી તે અંગે અજાણ હતા
રીપોર્ટમાં વધુ જાન્વ્યું હતું કે ઝુલતા પુલના મહત્વના ભાગ પર કાટ લાગેલ હતો બોલ્ટ ઢીલા થઇ ગયા હતા અને મોરબીના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ પી સી જોષી સામે પુરાવા રજુ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી આરોપીઓ પૈકી ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને કોઈ ટ્રેનીંગ આપવામાં આવી ના હતી અને તેઓ લેબર કોન્ટ્રાકટર હતા તેમજ મેનેજરે તેના સ્ટાફને સમજાવવાનું હતું કે બ્રીજ પર ૧૦૦ લોકો જ જઈ સકે પરંતુ મેનેજરે આવું કર્યું ના હતું બ્રિજના કેબલ પર કાટ લાગેલ હતો એન્કર તૂટી ગયા હતા કેબલ બ્રીજ સાથે બાંધી રાખે તે રસ્સી પણ બદલવામાં આવી ના હતી અહી લાઈફ ગાર્ડ કે બોટ અથવા સ્વીમર જેવી સલામતી બાબતની વ્યવસ્થા કરવામાં આવી ના હતી ગાર્ડે ભીડ વધી જતા દરવાજો બંધ કરી દેવાનો રહેતો હતો પરંતુ તેઓએ બેદરકારી દાખવી હતી તેમજ લોકોને પુલ હલાવવા જેવા વર્તન કરવાથી રોક્યા ના હતા તેમજ ઉપરી અધિકારી કે પોલીસને માહિતી આપી ના હતી અને ઓરેવા ગ્રુપ તરફથી બેદરકારી દાખવવામાં આવી હોવાનું રીપોર્ટમાં જણાવ્યું છે.

(12:56 am IST)