Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં કપાસ – મગફળીની મબલખ આવક.

1670 કવીન્ટલ કપાસ, 621 કવીન્ટલ મગફળીની આવકથી યાર્ડ ઉભરાયું : કપાસનો રૂ.1700થી રૂ.1820 જેટલો ઉંચો ભાવ મળ્યો

 મોરબીમાં દિવાળી બાદ હવે માર્કટિગ યાર્ડ ધમધમવા લાગતા કપાસ, મગફળી સહિતની આવક ધીમેધીમે વધવા લાગતા યાર્ડમાં હવે પુષ્કળ જણસીઓની આવક થવા લાગી છે. આજે 1670 કવીન્ટલ કપાસ, 621 કવીન્ટલ મગફળીની આવકથી યાર્ડ ઉભરાયું હતું અને પોષણક્ષમ ભાવો સાથે હરરાજી થઈ હતી.

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજે કપાસ સહિતની જણસીઓની મબલખ આવક થઈ હતી. જેમાં 1670 કવીન્ટલ કપાસ, 621 કવીન્ટલ મગફળીની આવક થઈ હતી સાથેસાથે 158 કવીન્ટલ ઘઉં, 52 કવીન્ટલ તલ, 23 કવીન્ટલ જુવાર,12 કવીન્ટલ જીરું, 62 કવીન્ટલ ચણા, 72 કવીન્ટલ અડદ, 44 કવીન્ટલ ગુવાર ગમ સહિતની જણસીઓની આવક થઈ હતી .ખેડૂતોને કપાસનો નીચામાં નિચો 1700થી 1820 જેટલો ઉંચો અને મગફળીનો નીચામાં નિચો 1001થી 1465 જેટલો ઉંચો ભાવ અને ઘઉંનો નીચામાં નિચો 486 થી 572 જેટલો ઉંચો ભાવ મળ્યો હતો

(12:49 am IST)