Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબીના બેડમિન્ટન ખેલાડીઓનું વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબીના બેડમિન્ટન ખેલાડીઓએ અલગ અલગ સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરીને નામ રોશન કર્યું

મોરબીના બેડમિન્ટન ખેલાડીઓએ અલગ અલગ સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરીને નામ રોશન કર્યું છે

તાજેતરમાં અમદાવાદમાં ખાતે યોજાયેલી વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલાએ 30+ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત છેલ્લા 2 મહિનામાં જીબીએ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં કાવ્યા મારવાનીયાએ અંડર 15 કેટેગરીમાં સતત પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવતા તેઓની ગુજરાત ટીમ તરફથી પસંદગી થતા તેઓ 15 ડિસેમ્બરથી ઓડીશા ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. મોરબીના પંક્તિ મારવાનીયા અને અમુલ ચૌહાણે પણ આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવો કર્યા છે.

(12:47 am IST)