Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ભાજપના રાજમાં ગુજરાત માફિયા મુક્ત બન્યુ: પોરબંદરમાં યોગી આદિત્યનાથે સભા સંબોધી

ગુજરાતમાં પહેલા દંગા થતા હતા, કરફ્યુ, આતંકી ધટના થતી હતી. 20 વર્ષમાં દંગા, આતંકી ધટના, કરફ્યુ નથી

પોરબંદરમાં ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ સભા સંબોધી હતી જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને મોદીના નેતૃત્વમાં સલામતી સમૃદ્ધિ હોવાનું જણાવ્યું હતુ. યોગીએ  સુદામાજી અને મહાત્મા ગાંધીની ભૂમિમાં નમન સાથે જણાવ્યું હતુકે, દેશમાં સમૃદ્ધિ, સુરક્ષા પ્રદાન કરનાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં પહેલા દંગા થતા હતા, કરફ્યુ, આતંકી ધટના થતી હતી. 20 વર્ષમાં દંગા, આતંકી ધટના, કરફ્યુ નથી થયા. બહેનોની સુરક્ષા, વિકાસ ને કારણે ગુજરાત મોડલ બન્યું છે. અનેક યોજનાઓ અમલી બની છે. કોરોના ના સંકટ સમયમાં ભાજપ દેશવાસીઓ સાથે હતી. ભારતમાં 135 કરોડ લોકો માટે વેક્સિન, ફ્રીમાં ઉપચાર, ફ્રીમાં ટેસ્ટ, ફ્રીમાં વેક્સિન અને 80 કરોડ લોકોને ફ્રીમાં રાશનની સુવિધા કરી હતી. સંકટ સમયે ભાજપ લોકોની સાથે હોય છે. જે બોલે છે તે કરે છે તે ભાજપ અને જે બોલે તે નથી કરતા તે કોંગ્રેસ છે.

(12:18 am IST)