Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જામનગરમાં મત આપી શકતા નથી તો લોકો પાસે કેમ મત માંગો છો;ક્રિકેટર જાડેજાની બહેનના ભાભી રીવાબા પર પ્રહાર

 જામનગર ઉત્તર બેઠક પર લોકો આયાતી ઉમેદવારને કેમ મત આપશે.ચૂંટણી પુરી થયા પછી તો તે રાજકોટમાં જ રહેવાના છે: ભાજપના ઉમેદવાર અને ભાભી રીવાબા સામે કોંગ્રેસના નેતા નયનાબાએ પ્રહાર કર્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા રાજકીય પક્ષ મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન જામનગરમાં કોંગ્રેસના મહિલા નેતા નયનાબા જાડેજાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપના ઉમેદવાર અને ભાભી રીવાબા સામે કોંગ્રેસના નેતા નયનાબાએ પ્રહાર કર્યા છે.

 નયનાબાએ કહ્યુ કે, પોતાને મત આપી શકતા નથી તો લોકો પાસે કેમ મત માંગો છો. જામનગર ઉત્તર બેઠક પર લોકો આયાતી ઉમેદવારને કેમ મત આપશે.ચૂંટણી પુરી થયા પછી તો તે રાજકોટમાં જ રહેવાના છે. મહત્વપૂર્ણ છે કે ભાજપે જામનગર ઉત્તર બેઠક પર હકુભા જાડેજાની ટિકિટ કાપીને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે.

રવિન્દ્ર જાડેજાના બહેન અને રીવાબાના નણંદ નયનાબાએ જામનગર ઉત્તર બેઠક પરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા સામે પ્રહાર કર્યા હતા. નયનાબાએ કહ્યુ કે, “ભાજપના 78 વિધાનસભાના જે ઉમેદવાર છે તેમનું હાલના તબક્કે પણ રાજકોટ પશ્ચિમમાં વોટિંગનું બોલે છે, અમારો પ્રશ્ન તે છે તે પોતાને મત નથી આપી શકતા તો ક્યા અધિકારથી જનતા પાસે મત માંગી રહ્યા છે. તેમણે ચૂંટણી પછી અહી રહેવાનું નથી, આયાતી ઉમેદવાર છે, રાજકોટના ઉમેદવાર તરીકે તેમણે ફોર્મ ભરવુ જોઇતુ હતુ નહી કે જામનગરના લોકો પાસે મતની માંગણી કરો છો.

ભાજપે જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ કરશન કરમૂરને ટિકિટ આપી છે

(8:40 pm IST)