Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જુનાગઢ જિલ્લામાં ચુંટણી ફરજમાં ૪૬૭રથી વધુ કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન

સૌથી વધુ ૭પ૭ કર્મચારીએ કેશોદ બેઠક પર મતદાન કરશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રરઃ જુનાગઢ જિલ્લામાં ચુંટણી ફરજ માટે રોકાયેલા ૪૬૭ર થી વધુ કર્મચારીઓ દ્વારા સવારથી મતદાન શરૃ કરાયું છે.

જુ઼નાગઢ, માણાવદર, માંગરોળ, વિસાવદર અને કેશોદ વિધાનસભા બેઠકની ચુંટણી ફરજ માટે તૈનાત રેવન્યુ વિભાગનાં ૩ર૭ર થી વધુ તેમજ પોલીસ વિભાગનાં ૧૪૦૦ થી વધુ કર્મચારીઓ બેલેટ પેપરથી સવારથી મતદાન કરી રહ્યા છે.

જુનાગઢમાં એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજ ખાતે સવારે ૯ થી ૧ર દરમ્યાન પ્રિસાઇડીંગ ઓફિસર અને પોલીંગ સ્ટાફે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.

માણાવદર બેઠક માટે વંથલીમાં દેવપ્રસાદ શૈક્ષણિક સંકુલ ખાતે તથા કેશોદ બેઠક માટે કેશોદનાં પાનદેવ સમાજ ખાતે તેમજ માંગરોળ બેઠક માટે એમ. એન. કંપની કોલેજ શારદાગ્રામ, માંગરોળ ખાતે અને વિસાવદર વિધાનસભા બેઠક માટે માંડાવડ શૈક્ષણિક સંકુલ, માંડાવડ (વિાસવદર) ખાતે કર્મચારીઓ સવારનાં ૮ થી સાંજનાં પાંચ સુધી મતદાન કરી શકશે.

આજે જુનાગઢ તેમજ માણાવદર, કેશોદ અને માંગરોળમા઼ અને આવતીકાલ તા. ર૩ના રોજ કર્મચારીઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

૪૬૭ર કર્મચારીઓમાં સૌથી વિધાનસભા બેઠક માટે નોંધાયા છે.

કર્મચારીઓનાં મત કોની તરફેણમાં જાય છે તે જોવું રહ્યું.

(1:36 pm IST)