Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં સ્પેસ સોસાયટી ફોર મિકેનીકલ એન્જીનીયરીંગ દ્વારા સેમીનાર યોજાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર : ભેસાણ રોડ સ્થિત નોબલ યુનિવર્સિટી ખાતે સ્પેશ સોસાયટી ફોર મિકેનીકલ એન્જિનિયરિંગ દ્વારા આનંદ પાઠક તેમજ વૈજ્ઞાનિકોની ટીમની હાજરીમાં 'અવકાશ માટે એન્જિનિયરિંગ ક્ષેત્રની તાજેતરની પ્રગતિ અને તકો' વિષય પર સેમિનારનુ આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનનું મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજી વિશે માહીતી આપી પ્રેરિત કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે  ૬ વૈજ્ઞાનિકો દ્વારા આપવામા આવેલ આ સેમીનારમાં આશરે ૩પ૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સમગ્ર આયોજન બદલ સંસ્થાના પ્રેસિડેન્ટ નિલેષભાઇ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઇ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી.ત્રિવેદી, કો.મેનેજિંગ ટ્રસ્ટ કે.ડી.પંડયા, એસો. પ્રેસિડેન્ટ પાર્થભાઇ ધૂલેશિયા, એસો. વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઇ કોટેચા, એસો. મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનીષભાઇ ત્રિવેદી, એસો. કો.મેનેજિંગ ટ્રસ્ટી સિધ્ધાર્થભાઇ પંડયા તથા પ્રોવોસ્ટ એચ.એન.ખેરએ અભિનંદન પાઠવ્યા હતા.

(1:32 pm IST)