Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના ૧૧ ગામોમાં પાક નુકશાન અંગે ત્રણ હજાર અરજીઓ આવી

ખંભાળીયા તા. રરઃ ભારત સરકાર દ્વારા પાક વીમા યોજના બંધ થતાં રાજયમાં મુખ્‍યમંત્રી પાક નુકશાન યોજના શરૂ થઇ છે જેમાં ગત વર્ષે દ્વારકા જિલ્લામાં એકપણ ગામ યોગ્‍યતા ના હોય આવ્‍યું ના હતું જયારે આ વખતે કલ્‍યાણપુર તાલુકાના ૧૧ ગામોનો સમાવેશ આ યોજનામાં થયો છે.

મોટા આસોટા, ગાગા સહિતના ૧૧ ગામો જયાં વરસાદથી નુકશાન થયેલ છે તેવા ગામોના ખેડુતોને રૂા. ૧૩પ૦૦ ની મર્યાદામાં બે હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે જે માટે અત્‍યાર સુધીમાં કુલ ત્રણ હજાર અરજીઓ આવી છે જે અંગે કાર્યવાહી ચાલુ છે. જે પછી અરજદારોને સહાય ચુકવાશે. મીનીમમ ૪૭૦૦ રૂા. હેકટર આપવામાં આવનાર છે. પિયત તથા બીન પિયતના અલગ વળતર નકકી થયા છે.

(12:02 pm IST)