Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

માણાવદર ભાજપ શાસિત પાલીકા દ્વારા રોડ ઉપર રોડ કરી દેતા દેકારો

કોઇજ લેવલ વગર માત્ર બીલ મુકવાના કોઇના કોઇ છે જોનારા ? પ્રજાજનોનો મુખ્‍યમંત્રીને પશ્ન

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા.રર : ભાજપ શાસિત પાલિકા સામે છાશવારે ખુદના સભ્‍યો અને પુર્વ પ્રમુખોએ લેખીત ફરીયાદો કરવા છતા આજે અનેક સમય બાદ પણ એક પણ ફરીયાદની તપાસ નથી તેથી રાજય સરકાર સામે રોષ ભભુકી ઉઠયો છે. મીતડી દરવાજાથી બહારપરા હોય કે બસ સ્‍ટેન્‍ડ પાસે રોડ ઉપર રોડ કર્યાની ઘટનાએ ચકચાર મચાવી દિધી છ.ે કોઇ લેવલીંગ વગર જ ઉચા નીચા રસ્‍તાઓ કરી પ્રજાજનોને અકસ્‍માતો થાય ત્‍થા પાણીનો નીકાલ ન થાય તેવા રસ્‍તાઓ કરી દીધા હોવાની પ્રજાજનોની ફરીયાદો ઉઠવા પામી છે. આમ જનતામાં ચર્ચા છ ેકે રોડ ઉપર રોડ કોઇજ લેવલ વગર માત્ર બીલ મુકવાના કોઇ જોનારા છે ? તેવી ચર્ચા છે.

આ પ્રશ્નો મુખ્‍યમંત્રીશ્રીને પણ કરી રહ્યા છે. આમ જનતામાં ચર્ચા થઇ રહી છે કે સરકારશ્રીની ફાળવેલ ગ્રાન્‍ટો અને થયેલ કામો અંગે ભ્રષ્‍ટાચારની અનેક ફરીયાદો પૂર્વ પ્રમુખોએ કરી તેની તપાસ નહિ કરતા તેવો જવાબ મતદાન રૂપી મળે તેવી આમ જનતામાં ચર્ચા છે. તમામ રોડની વિજીલન્‍સ તપાસ કરાય તો ગુજરાતને આંટી દે તેવું મળશે તેવી આમ જનતામાં ચર્ચા છે ફરીયાદ કરનારાઓ તપાસ માંગે છ.ે

(11:55 am IST)