Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઓનલાઇન ક્રેડીટ કાર્ડ અપડેડ કરવાના બહાને બેંક ફ્રોડના કિસ્સામાં ગૂમાવેલ કુલ ૬૭,૪૯૯ પરત અપાવતી જુનાગઢ એસઓજી

જુનાગઢ તા. રર :.. જુનાગઢ ખાતે રહેતા વિનોદભાઇ મેરખીભાઇ ખુંટી તેમજ મેંદરડા તાલુકાના અમરગઢ ગામે રહેતા દિલીપ ભરતભાઇ પાઘડારને એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને સામેવાળી વ્યકિતએ હિંદી ભાષામાં વાત કરેલ અને જણાવેલ કે પોતે એસ. બી. આઇ. ની હેડ ઓફીસમાંથી બોલે છે અને ક્રેડીટ કાર્ડ અપડેટ થયેલ ન હોઇ જેથી કે. વાય. સી. કરાવો નહીતર કાર્ડ બ્લોક થઇ જશે અને ચાર્જ લાગશે જેથી અરજદાર વિશ્વાસમાં આવી ગયેલ અને સામેવાળાને પોતાના ક્રેડીટ કાર્ડનો ફોટો સીવીવી નંબર સહિત મોકલી આપેલ ત્યારબાદ તેના મોબાઇલ ફોન પર ઓટીપી આવેલ તે પણ સામેવાળાને આપી દિધેલ તેથી સાયબર ગઠીયાએ કુલ ત્રણ ટ્રાંજેકશન દ્વારા વિનોદભાઇ મેરખીભાઇ ખુંટીના ક્રેડીટ કાર્ડ મારફત કુલ રૃપિયા ૩૯,૯૯૯ અને દિલીપ ભરતભાઇ પાઘડારના ક્રેડીટ કાર્ડ મારફત કુલ રૃપિયા ૩૮,૦૦૦ મળી કુલ રૃપિયા ૭૮,૯૯૯ ની ઓનલાઇન છેતરપીંડી કરી લીધેલ જેના મેસેજ આવતા તેઓએ જુનાગઢ જીલ્લા સાયબર સેલનો સંપર્ક કરેલ.

જેથી જુનાગઢ જિલ્લા સાયબર સેલ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવેલ અને ફ્રોડસ્ટર દ્વારા ભ્ખ્ળ્શ્  તથા   પ્બ્ગ્ત્ધ્ષ્ત્ધ્   પેમેન્ટ ગેટ-વે દ્વારા ઓનલાઇન ટ્રાંજેકશન કરેલ હોઇ તાત્કાલીક પેમેન્ટ ગેટ-વેનો સંપર્ક કરી જરૃરી કાર્યવાહી કરી વિનોદભાઇ ખુંટીએ ફ્રોડમાં ગુમાવેલ રૃપિયા ૩૯,૯૯૯ પૈકી રૃપિયા ર૯,૯૯૯ તેમના બેંક ખાતામાં રિફન્ડ કરાવેલ હતા અને દિલીપ પાઘડારે ફ્રોડમાં ગુમાવેલ કુલ રૃપિયા ૩૮,૦૦૦ પૈકી રૃપિયા ૩૭,પ૦૦ રીફંડ કરાવેલ હતા અને દિલીપ પાઘડારે  ફ્રોડમાં ગુમાવેલ કુલ રૃપિયા ૩૮,૦૦૦ પૈકી રૃપિયા ૩૭,પ૦૦ રીફંડ કરાવેલ હતાં. જેથી બે કિસ્સામાં જીલ્લા સાયબર સેલ (એસ. ઓ. જી.) દ્વારા ભોગ બનનારને કુલ રૃા. ૬૭,૪૯૯ રીફંડ કરાવેલ હતાં.

આ કામગીરીમાં એસ. ઓ. જી. ના પો. ઇ. એ. એમ. ગોહીલ તથા સાયબર સેલના પો. સબ. ઇન્સ. એમ. જે. કોડીયાતર, એ. એસ. આઇ. દિપકભાઇ જે. જાની, પો. કો. બ્રિન્દા, એસ. ગીરનારા, કૃણાલસિંહ પરમાર, માનસિંહભાઇ રાઠોડ, રવીરાજસિંહ વાળા, મયુરભાઇ ઓડેદરા, રોહિતસિંહ બારડ વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

આમ સાયબર ગઠીયાઓ ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાના બહાને કાર્ડ નંબર મેળવી અથવા ઙ્ગવ્ચ્ખ્પ્સ્ત્ષ્ચ્ય્, ખ્ફળ્ઝ્રચ્લ્ધ્, મ્શ્ત્ઘ્ધ્લ્શ્ભ્બ્ય્વ્  જેવી સ્ક્રીન સેરીંગ એપલીકેશનની લીંક મોકલી ફ્રોડ કરતા હોઇ જેથી કોઇપણ અજાણી વ્યકિતને કાર્ડ તથા સીવીવી નંબર આપવા નહીં તેમજ અજાણી લીંક પર કલીક કરવુ નહી તેમજ કોઇપણ વ્યકિત સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલીક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર તથા જુનાગઢ જીલ્લા સાયબર સેલનો તાત્કાલીક સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

(11:52 am IST)