Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

સોમનાથ વિધાનસભામાં ઉમેદવારો દ્વારા આખો દિવસ ડી.જે થી રોડ પ્રચાર

સાંજથી મોડી રાત સુધી ધમધમતા તાવડાઓ જમણવારો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૨: સોમનાથ વિધાનસભામાં આ વખતે ત્રણેય રાજકીય પક્ષો દ્રારા અસ્‍તીત્‍વનો સવાલ થઈ ઉઠયો છે ત્‍યારે અનેક કાર્યલયો ધમધમી રહેલ છે તેમજ શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રીક્ષા,ઈકો,છોટા હાથી, બોલેરો સહીતના લકઝરી વાહનો પ્રચારમાં લાગેલ છે પાણીની જેમ પૈસા વાપરી રહેલ છે ડીજે સાથે ફરતા અનેક વાહનો શહેરના દરેક વિસ્‍તારોમાં આખો દિવસ પ્રચાર કરી રહેલ છે.

સોમનાથ મત વિસ્‍તારમાં ત્રણેય રાજકીય પાર્ટીના ઉમેદવારો બધી રીતે સક્ષમ છે આ વખતે ત્રણેય માટે અસ્‍તીતવનો સવાલ છે જેથી કોઈપણ કસર બાકી ન રહી જાય તેના માટે તમામ પ્રયાસ કરેલ છે મઘ્‍યસ્‍થ કાર્યલયો તેમજ બાકીના નાના મોટા કાર્યાલયો ધમધમે છે સાંજ થી મોડી રાત સુધી અનેક સભાઓ,મીટીંગોમાં ગાઠીયા ભજીયા પુરી શાક સહીત નાસ્‍તાઓ તેમજ ગુ્રપ મીટીગોમાં ભોજન સમારોહ મોડી રાત સુધી ચાલતા હોય છે કોઈ સમય મર્યાદા હોતી નથી.

પ્રચાર માટે રીક્ષા,ઈકો,છોટા હાથી,બોલેરો જેવા વાહનોમાં ડીજે સાથે નિકળે છે આ વિસ્‍તારમાં આશરે ર૦૦ થી વધારે વાહનો ફરતા હોય છે જે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સતત કાર્યરત રહે છે અનેક કાર્યાલયોમાં લકઝરી ગાડીઓના કાફલાઓ રાખવામાં આવેલ છે ઘરે ઘરે પ્રચાર માટે માણસો રાખવામાં આવેલ છે.

પેટ્રોલ ડીઝલ સહીત ખર્ચ ના પૈસા પણ નકકી કરેલા હોય છે પ્રચાર માટે પાણીની જેમ પૈસા વાપરી રહેલ છે.

પક્ષના પ્રચાર માટે ઝંડી, ટોપી, વાવટા, બેનરો, સ્‍ટીકર સહીત હજારોની સંખ્‍યામાં તેમજ નાના છાપાઓ,ચોપાનીયા પણ લાખોની સંખ્‍યમાં છપાયને આવેલ હોય જે ઘરે ઘરે પહોંચી રહયા છે.

ચુંટણી પંચની ખર્ચની મર્યાદા હોય પણ અનેક રસ્‍તાઓ આમા નિકળી જતા હોય છે કોઈ પકડી શકતું નથી કે કહી શકતું નથી નરી આંખે વાસ્‍તવીકતા હોવા છતા બંધ આંખો કરવી પડે છે કારણ કે સતા ભાજપ પાસે છે કોગે્રસ ના ધારાસભ્‍ય છે તેમજ આમ આદમીપાર્ટીનું મોટું વર્ચસ્‍વ છે જેથી એક ની સામે પગલા લે તો મોટો  ઉહાપોહ સર્જાય તેવું છે અપક્ષ ઉમેદવારો પણ અનેક જગ્‍યાએ પૈસા વાપરી રહેલ છે તે કોને હરાવવા માટે પ્રયત્‍ન કરી રહેલ છે તે રાજકીય પક્ષોને પણ જાણ હોય આ વખતે સોમનાથ જેવી પ્રતિષ્ઠીત સીટમાં ભાજપનું અસ્‍તીત્‍વ પણ દાવ ઉપર લાગેલુ છે કોંગ્રેસ કોઈપણ ભોગે જીતવા કામે લાગેલ છે ત્‍યારે આમ આદમી પાર્ટી ત્રણ માસ પ્રચાર કાર્યમાં લાગેલ છે.

(11:52 am IST)