Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

લોધીકાના નવા મેંગણી ગામનો પોસ્‍ટ કર્મચારી પરસોતમભાઇનો ઝેરી દવા પી આપઘાત

દવા પીધા પુર્વે વીડીયો બનાવી પોતાના યુઝર આઇડીથી ઉચાપત થયાનું કબુલ્‍યું

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.રરઃ લોધીકાના નવી મેંગણી ગામે પોસ્‍ટ ઓફિસમાં ફરજ બજાવતા અને ગોંડલ પટેલ કોલોની માં રહેતા પરસોત્તમભાઈ અરજણભાઈ ભાલાળા ઉર્ફે પીયૂષભાઈ ભાલાળા  એ પોસ્‍ટઓફિસ ની ઓફિસ માં વીડિયો રેર્કોડિંગ કરી પોતાનું નિવેદન નોંધી ઝેરી દવા પીધી હતી. દવા પીધા ની જાણ સહ કર્મચારીએ પરસોત્તમ ભાઈ ના પુત્ર ને ફોન દ્વારા કરી હતી બાદમાં સારવાર અર્થે તેમને ગોંડલ ડો પિયુષ સુખવાલા ની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા ત્‍યાં સારવાર દરમ્‍યાન મોત થયું હતું.

પરસોત્તમભાઈ એ ઝેરી દવા પીધા પહેલા મોબાઈલ વિડિયો રેર્કોડિંગમાં જણાવ્‍યું હતું કે તેના યુઝર આઈડી થી કંઈ પણ આર્થિક વ્‍યવહાર થયો હોય તો તે પોતાની જવાબદારી છે તેમના સ્‍ટાફ કર્મચારીઓ કે પરિવારની કોઈપણ ની જવાબદારી નથી અને તેમણે રકમ જરૂયિાતમંદો, બાલાશ્રમ વળદ્ધા શ્રમ માં આપી દીધી છે, પોસ્‍ટનો એક પૈસો પણ ઘરે લઈ ગયા નથી.વધુ મા તેઓનુ રાજીનામુ મંજુર કરવા હેરાન કરાયા નુ જણાવ્‍યુ હતુ.અલબત્ત આર્થિક વહેવાર કેટલા રુપીયા નો થયો એ તેમણે જણાવ્‍યુ નથી. આ બનાવ અંગે લોધીકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)